Friday, December 13, 2013

સ્વચ્છ દુધ ઉત્પાદનને અસર કરતાં પરિબળો

સ્વચ્છ દુધ એટલે જે દુધ તંદુરસ્ત (નિરોગી) દુધાળા પશુઓ ધ્વાર પ્રાપ્ત થયેલું હોય, જે સામાન્ય બંધારણ તેમજ સારો સ્વાદ તથા સુગંધ ઘરાવતું હોય, ધુળ માટી રોગના જીવાણું ઇત્યાદીથી મુક્ત હોય, અને ખુબ જ ઓછી સંખ્યામાં સુક્ષ્મ જીવાણુઓ ધરાવતું હોય તેવા દુધને સ્વચ્છ દુધ કહી શકાય.

સ્વચ્છ દુદ ઉત્પાદનને અસર કરતાં પરિબળો:

૧.સ્વચ્છ અને નિરોગી પશું.
૨.સ્વચ્છ અને નિરોગી દોહનાર વ્યક્તિ.
૩.સ્વચ્છ અને ગમાણ અને વાતાવરણ.
૪.સ્વચ્છ વાસણ.
૫.સ્વચ્છ પાણી.
૬.સુદ્દઢ, સુરક્ષિત અને ઝડપી વહન
૭.બલ્ક કુલર યુનિટ.
૮.તુરંત ચિલિંગ તેમજ પ્રક્રિયા.

પ્રાથમિક સ્વચ્છ દુધ ઉત્પાદન વખતે લેવાની કાળજી :

પ્રાથમિક સ્વચ્છ દૂધ ઉત્પાદનમાં મુખ્ય જવાવદારી દુધ ઉત્પાદકોએ જ નિભાવવાની રહે છે.જેમાં નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

(A)પશુદાનની પસંદગી અને માવજાત :-
 
પશુની ખરીદી કરતાં પહેલાં તે રોગમુક્ત છે કે કેમ તેની દાકતરી તપાસ કરાવડાવીને જ જાનવર ખરીદો પશુને યોગ્ય રસી મુકાવી રોગમુક્ત રાખો પશુઓને થતા રોગ જેવ કે, આંચળની બીમારી (મસ્ટાઇટીસ) ક્ષય (ટી.બી) ગેસ્ટ્રોએન્ટ્રાઇટીસ (પેટની બીમારી) ચેપી ગર્ભપાત (બ્રુસેલોસીસ) ખરવ-મોવાસ (એફ.એમ.ડી) વાળાં પશુને તંદુરસ્ત પશુથી દુર બાંધો. અને દાકતરી સારવાર કરાવો. આવા ઢોરનું દુધ બીજા સારા દુધ સાથે ભેળવી બધાજ દુધને દૂષિત ન કરશો.

પશુના શરીર પરના તેમજ પૂંછડા પરના લાંબા વાળ પર છાણ તથા સહેલાયથી ચોંટી રહે છે. આથી તેને યોગ્ય સમયે કાપતા રહો અન્યથા આવા વાળ દુધમાં પડે છે. અને દુધને દુષિત કરે છે. પશુનું શરીર અવાર-નવાર નવડાવીને સાક રાખો. પશુને સંતુલિત આહાર અને ૨૪ કલાક પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવો.

(B)પશુ કોઢની રચના અને સફાઇ:

 ૧.પશુઓને રાખવાની ગમાણ/કોઢની રચના સુદ્દઢ હોવી જોઇએ.
૨.શક્ય હોય તો કોઢનું બાંધકામ ઉત્તર-દક્ષિણ એટલેકે તેની લંબાઇ પૂર્વ-પશ્ચિમ રહે તે રીતે હોવું જોઇએ. જેથી આખો દિવસ હવા ઉજાસ મળી શકે.
૩.કોઢમાંથી મળમુત્રનો નિકાલ યોગ્ય રીતે થવો જોઇએ.
૪.કોઢ પાકી હોય તો વર્ષમાં બે વખત ચુનાથી દબાવો
૫.છાણનો સંગ્રહ (ઉકરડો) કોઢથી ઓછામાં ઓછો ૬૦૱’ ફુટ દુર રાખવો જેથી હવા ધ્વારા અકસ્માતે છાણ ધ્વારા દુધનું પ્રદુષણ અટકાવી શકાય.
૬.કોઢની રોજ સાફ સફાઇ કરો.

(C)દુધ દોહતાં પહેલા6 લેવાની કાળજી:
 
૧.દુધ દોહવાના અર્ધાકલાક પહેલાં જ સફાઇ કરી લેવી. દુધ દોહવાના તુંરત પહેલાં સાવરણીથી સફાઇ કદી ન કરવી. કારણકે તેનાથી ધૂળના રજકણો હવામાં ઉડે છે. જે    દૂધ દોહતી વખતે તેમાં ભળી દૂધને દુષિત કરી, તેમાંના જીવાણુઓની સંખ્યામાં વધારો કરે છે.
૨.દૂધ દોહતાં પહેલાં હુંફાળા પાણીથી પશુના આંચળ અને બાવલાને આયોડોફોર જેવા પ્રવાહીથી ધુઓ અને ત્યાર બાદ સ્વચ્છ કપડાથી લૂછીને સુકા કરો
૩.દુધ દોહનાર વ્યક્તિ કોઇ ચેપી રોગથી પીડાતા ન હોવા જોઇએ. ગમે ત્યાં થૂંકવું, નાક સાફ કરવું, છીંકવું વિગેરે સ્વચ્છ દુધ ઉત્પાદનમાં અંત્યંત હાનિકારક કૂટેવો છે.
૪.દુધ દોહનારે સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરવાં જોઇએ. અને વાળ વ્યવસ્થિત ઓળેલા અને ઢાંકેલા રાખવાં જોઇએ. જેથી દુધમાં ન પડે, તે ઉપરાંત લાંબા નખ કાપી    નાખવા જેથી આંચળને ઇજા ન થાય અને નખનો મેલ દુધને દુષિત ન કરે.
૫.દુધ દોહનારે દોહતાં પહેલાં શક્ય હોય ત્યાં પોતાના હાથ સાબુથી અને હુંફાળા પાણીથી ધોવા જોઇએ.

(D)દુધ દોહતી વખતે લેવાની કાળજી:

 ૧.દુધ દોહતી વખતે દુધની પ્રથમ ચાર-પાંચ શેડ જુદા વાસણમાં કાઢો. જેથી દુધની ગુણવત્તાનો ખ્યાલ આવે.
૨.દુધ દોહતી વખતે પશુને સુકો ચારો ન ખવડાવતાં ઘાસ કે લીલો ચારો ખવડાવવો જોઇએ.
૩.રોગ થયેલ પશુનું દુધ અલગ રાખો. આવા પશુની સારવર માટે અપાતી દવા દુધમાં પણ ઉતરે છે. આથી આવા પશુની દવાની સારવાર બંધ થાય ત્યાર પછી ત્રણ    ચાર દિવસ સુધીના દુધને સારા દુધમાં ન મેળવો તેમજ પીવાના ઉપયોગમાં ન લો.

(E)દુધ દોહ્યા પછીની કાળજી:

 ૧.દુધને દોહ્યા પછી તરત ત્યાંથી ખસેડી લો જેથી આજુબાજુની વાસ તેમાં શોષાઇને દુધનો સ્વાદ ન બગડે.
૨.વિના વિલંબે દુધને દુધ મંડળીમાં પહોંચાડી દો. જેટલો સમય વધારે તે તમારી પાસે રહેશે. એટલી જ એમાં સુક્ષ્મ જીવાણુઓની વૃધ્ધિ થશે. મંડળીએ દુધ ભરવા જતી    વખતે દુધનું વાસણ ઢાંકેલુ રાખો, ખુલ્લી પવાલી કે ડોલમાં લઇને આવવાથી હવામાંના જીવાણુઓ તેમાં ભળી દુધને પ્રદુષિત કરે છે.
૩.વાસી દુધ કે ગંદુ પાણી, તાજા દુધમાં કદીન ભેળવો.
૪.દુધ દોહવાનાં વપરાયેલ વાસણો, કપડા વિગેરે તરતજ સારી રીતે ધોઇને તાપમાં સુકવી દો

(F)દુધનાં વાસણો અને તેની સ્વચ્છતા:

૧.દુધ દોહતા વપરાતું વાસણ સ્વચ્છ, સુકું અને સાંકળા મોં વાળું હોવું જોઇએ.
૨.દુધની હેરફેરમાં વપરાતા વાસણો સ્ટેનલેસસ્ટીલ ના હોવાં જોઇએ.
૩.કોઇપણ વાસણમાં દુધ લેતા પહેલાં તેને પીવાલાયક સ્વચ્છ ગરમ પાણીથી વીછળી લો. વીછળવા માટે પણ મિલિગ્રામ/લિટર આયોડોફોર દ્રાવણનો ઉપયોગ કરી    શકાય.





Article Credit:http://dairyfarmerhelpcenter.com

No comments:

Post a Comment