Friday, December 13, 2013

ડેરી ફાર્મ બનાવવા માટે આટલુ જાણો

નવું ડેરી ફાર્મ બનાવવાં માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઇએ.
 
(૧) આર્થિક મૂડી રોકાણ
(૨) જમીન અને પિયતની સગવડ.
(3) દૂધ વેચાણની સવલત
(૪) જાનવરોની પસંદગી અને ઓલાદ
(૫) ઘાસચારા ફાર્મની સવલત
(૬) શેડની બાંધણી
(૭) ઉત્પાદન પત્રકોની જળવણી
(૮) સમયસર જાનવરોની છટણી (નિકાલ)
   
(૧) આર્થિક મૂડી રોકાણ:
 
નવું ડેરી ફાર્મ બનાવવા માટે, જાનવરોની ખરીદી શેડનું બાંધકામ, ટ્રેકટર, ટ્રોલી, ચાફકટર અને ખેતીના ઓજારો ખરીદવા માતે મૂડી રોકાણ કરવું પડે છે.

નફાકારક દૂધ ઉત્પાદન માટે સામાન્ય રીતે ગાય-ભેંસ ખરીદવાના હોય ત્યારે દૈનિક ૧૦ લિટરથી વધારે દૂધ આપતાં જાનવરો ખરીદવાં જોઇએ.

જો શક્ય હોય તેટલું પોતાનું મુડી રોકાણ કરી બાકીની રકમની બેંક લોન મેળવવી જોઇએ જે થી વ્યાજના ઓછા ભારણ સાથે ફાર્મ શરૂ કરી શકાય માટે વધુ પડતી રકમી લોન લઇ ફાર્મ શરૂ કરવાથી ફાર્મની નફાકારકતા ઘટ છે

   
(૨) જમીન અને પિયતની સગવડ:
 
કોઇપણ ડેરી ફાર્મ શરૂ કરવા માટે બારેમાસ ઘાસચારો ઉગાડી શકાય તેવી ફલદ્રુપ અને પિયતની સગવડવાળી જમીન જરૂરી છે. નહેરની સિંચાઇની સગવડ હોય ત્યાં ઘાસચારો પેદા કરવાનું બધુ સુલભ અને આર્થિક રીતે પરવડે છે. જો ગાય – ભેંસનુ ફાર્મ હોય તો ચાર હેકટર (૧૦ એકર) જેટલી જમીન ઘાસચારા માટે હોવી જરૂરી છે
   
(3) દુધ વેચાણની સવલત:
 
દૂધ અને દૂધની બનાવટોનું વ્યાજબી ભાવે બજાર મળવું એ દૂધ ઉત્પાદન વ્યવસાયની પ્રાથમિક જરૂરિયાત છે. આથી આ વ્યવસાય શરૂ કરતાં પહેલાં આપણે કેટલું દૂધ અને દૂધની બનાવટો વેચી શકીએ તેમ છીએ એ વિચારીએ ફાર્મનું કદ નક્કી કરવું જોઇએ.
   
(૪) જાનવરોની પસંદગી:
 
દૂધ ઉત્પાદનનો વ્યવસાય જે દૂધ વેચાણ માટેજ હોય તો ગીરની સારી જાતવાન ગાયો કે સંકર ગાયોથી કરવો વધું નફાકારક રહે છે.

જો ઘી માખણ કે માવાની મીઠાઇઓ વેચવાની હોયતો ભેંસો પસંદ કરવી હિતાવહ છે. ગાય-ભેંસ કઇ ઓલાદની પસંદ કરો છો તે અગત્યનું નથી પણ તે કેટલુ દૂધ આપે છે. તે અગત્યનું છે.

વિયાણ બાદ ગાય – ભેંસનું દૈનિક દૂધ ઉત્પાદન ૧૫-૨૦ લિટર હોય તેવા જાનવરને વધુ કિંમત ચુકવીને પણ પસંદગી કરવી.

દૈનિક ૧૦ લિટરથી ઓછા દૂધ ઉત્પાદનવાળા જનવરોને ડેરી ફાર્મમાં રાખવાં, નફાકારક પશુપાલન માટે હિતાવહ નથી. નવા જાનવરો ખાત્રી કરી ખરીદવાં.

સપ્રમાણ માથું ધરાવતાં, લાંબી પાતળી ડોકવાળા અને પહોળું પેટ ધરાવતાં જાનવરો પસંદ કરવા જોઇએ.

ખૂબ ચરબી ચડેલી હાથી જેવી દેખાતી ભેંસો પસંદ ન કરવી.
બાવલું મોટું હોય, આંચળ સપ્રમાણ હોય અને દોહન બાદ બાવલું એકદમ સંકોચાઇ જતું હોય તેવી ગાય-ભેંસને પ્રથમ પસંદગી આપવી

શાંત સ્વભાવના, ભડકણ ન હોય તેવા જાનવરની પહેલી પસંદગી કરવી. વજનમાં ખૂબ ભારે કે હલકા હોય તેવા જાનવરોની પસંદગી ન કરતાં મધ્ય્મ કદનાં જાનવરોને પસંદ કરવા જોઇએ.

જાનવરની પસંદગીમાં વાતાવરણને અનૂકુળ થઇ સારામાં સારું દુધ ઉત્પાદન આપી શકે તેવી ગાય-ભેંસો ખરીદવી જોઇએ.

   
(૫) ઘાસચારા ફાર્મની સગવડ:
 
ઘાસચારા માટે વાપરવાનાં નાના મોટા ખેતરો જોડેજોડે આવેલા6 હોયતો તેમને સમથળ કરી એક એક એકરનાં કે અડધાં એકરનાં નાના નાના પ્લોટમાં વહેંચી દેવા અને એકમાં ધાન્ય વર્ગનો ચારોઅને બીજામાં ક્ઠોળ વર્ગનો ચારો એ પ્રમાણ સાથે વાવેતર કરવું જેથી બંન્ને ચારો એક સાથે તૈયાર થાય અને આપણે એનો મિશ્રચારા તરીકે ઉપયોગ કરી શકીએ.

સામાન્ય રીતે ધાન્ય વર્ગના ચારામાં જુવાર, મકાઇ, રજકાં-બાજરી નેપીયર ઘાસ, સુદાન ઘાસ, કોઇમ્બતુર-૧ વિગેરે ઉગાડવામાં આવે છે.

એજ રીતે કઠોળ વર્ગના ચારામાં રજકો-વરસીમ, ચોળી, ગુવાર, ઘાસચારાના પાક તરીકે લેવામાં આવે છે.

સમયસરનું પિયત ઘાસચારાનાં પાકો માટે ખુબ જરૂરી છે. વળી જુદા જુદા પ્લોટોને વર્ષની એક સીઝનમાં ખાલી રાખી રાહત (આરામ) આપવો જોઇએ. વળી દરેક પ્લોટમાં ઘાન્ય અને કઠોળ વર્ગના ચારાની ફેરબદલી કરતાં રહેવું જોઇએ. જેથી જમીનની સુધારણા સતત ચાલું રહે.

ઘાસચારાના ઉત્પાદન માટે એક બાબત ખાસ યાદ રાખશોકે તે ચોક્કસ સમયે કપાઇને જાનવરની નિરવમાં કામમાં આવે. પાંદડાં સુકાવા માંડે અને પીળાં થઇ જાય પછી વાઢવાનો કોઇ અર્થ સરતો નથી.
   
(૬) શેડની બાંધણી:

શક્ય હોત ત્યાં કોઢનું બાંધકામ ઉત્તર-દક્ષિણ એટલે કે તેની લંબાઇ પૂર્વ-પશ્ચિમ રહે તે રીતે હોવુ જોઇએ. જેથી આખો દિવસ હવા ઉજાસ મળી શકે- જાનવર ઉત્તર – દક્ષિણ બાંધવા. કોઢ પાકી હોય તો વર્ષમાં બે વખત ચુનાથી ધોળવો.

રહેઠાણ હંમેશા જમીન પરનાં પાણીનો નિકાલ થતો હોય તેવા ઉંચાઇવાળી જગ્યાએ રાખો. પશુ રહેઠાણની છત ઓછામાં ઓછી ૧૦ ફુટ ઉંચી હોવી જોઇએ. પછી ભલે તે પતરા કે પાકી આરસીસી હોય કે ઘાસપૂળાની હોય.
     
પશુના રહેઠાણમાં દરેક ગાય/ભેંસ માટે ઓછામાં ઓછી ૫.૫ ફૂટ પહોળી અને ૧૦ ફૂટ લાંબી પાકી જગ્યા હોવી જોઇએ. પશુ રહેઠાણ ત્રણ તરફથી ખુલ્લુ હોવું જોઇએ. ફક્ત પશ્ચિમ દિશામાં દિવાલ હોવી જોઇએ.દરેક પશુ માટે છતની ઉંચાઇ પર ૩ ફૂટ x ૧.૫ ફૂટની હવા ઉજાસવાળી ખુલ્લી બારી હોવી જોઇએ. શિયાળાની ઋતુમાં ત્રણેય ખુલ્લી દિશાઓને કોથળા (ટાટ) થી ઢાંકી દેવી જોઇએ.

છાણ અને અન્ય નકામ કચરો (વધેલ ઘાસ વગેર)માનવ શક્તિ ધ્વારા દિવસમાં ઓછામાં ઓછા બે વાર ખાતરનાં ખાડામાં ભેગું કરવું, ખાતરનો ખાડો પશુ રહેઠાણની જગ્યાથી ઓછામાં ઓછો ૬૦ ફુટ દુર હોવો જોઇએ.

પશુના રહેઠાણની પૂર્વ દિશામાં પશુઓને હરવા-ફરવા માતે ખુલ્લો વાડો હોવો જોઇએ. પશુઓને ઝાડનાં છાયડામાં સૌથી વધારે આરામ મળે છે. એટલે હરવા-ફરવાની જગ્યામાં બે ત્રણ લીમડા જેવાં ઘટાદાર વૃક્ષો લગાડવા જોઇએ.
(૭) ઉત્પાદન પત્રકોની જાળવણી
 
દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા વિવિધ રજીસ્ટ્રરોની નિભાવવાં જોઇએ. - જેથી નફા - ખોટનો ચોક્કસ અંદાજ આવી શકે. જે નફાકારક પશુપાલન માટે ખુબ અગત્યનું પાસું છે.
   
(૮) સમયસર જાનવરોની છટણી (નિકાલ):
  વારંવાર પાછા ફરતાં જાનવરો, દૈનિક ૧૦- લિટર દૂધ કરતાં ઓછું દૂધ આપતાં જાનવરોને સમયસર નિકાલ કરવો જોઇએ જેથી કરીને પશુદીઠ ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય અને ડેરીફાર્મમાં નફાનું ધોરણ જળવાઇ રહે.




Article Credit:http://dairyfarmerhelpcenter.com

21 comments:

  1. very usefull for me thanks
    if u have any more other idia please send me in email
    my e mail is=suryadip_g@yahoo.com

    ReplyDelete
  2. - 1 એકર મા કેટલો ચારો ઉગે?

    -દિવસ નુ 10 લીટર દૂધ આપતી ગાય કેટલા કિલો ચારો અને કેટલા લીટર પાણી જોયી?

    - આ માહિતી મને zalasiddhrajsinh9@gmail.com પર મોકલવા વિનંતી

    ReplyDelete
  3. મારે ગોશાળા બનાવવી છે તો એની માટે કઇ બેંક લોન આપે

    ReplyDelete
  4. મારે ગોશાળા બનાવવી છે તો એની માટે કઇ બેંક લોન આપે

    ReplyDelete
  5. ગીર ગાય માટે સહુ થી સારો ગાસ ચારો કયો જે દુધ વઘા રે અને ફેટ વધારે આપે

    ReplyDelete
    Replies
    1. કપાસીયા ખોળ અને દોતા પેલા 1 કલાક થી સંગીત વગાડવા થી વધુ દુધ કરે છે

      Delete
  6. મારે ગૌશાળા બનાવવી છે તો એની માટે કઈ બેક લોન આપ શે....?

    ReplyDelete
  7. મારે ગૌશાળા બનાવવી છે તો એની માટે કઈ બેક લોન આપ શે....?

    ReplyDelete
  8. પશુ ખરીદી તેમજ દુધની બનાવટો માટે મશીનરી નથી ખરીદી, અને શેડની ખરીદી નો કેટલો ખર્ચ થાય છે, અને તે માટે કોઈ સસ્તી લોન મલે છે?

    ReplyDelete
  9. મારે ગૌશાળા બનાવવી છે તો એની માટે મારે વાસડા અને પાડા નુ શુ કરવુ જોઈએ

    ReplyDelete
  10. મારે 10 કે તેથી વધુ ભેંસોનો તબેલો કરવો છે તો મારે શું કરવું જોઈએ. મને તેનું માર્ગદર્શન આપો.??

    ReplyDelete
  11. મારે હમણાં ગાય તાજી વય છે. તો દોતી વખતે દૂધ પાછું ચડાવી દે છે. તેના માટે સું કરવું? અને તેનો દૂધ માં વધારો થાય તે માટે મારે કયું મિનરલ mixture ખવડાવું તેની માહિતી આપસો. અથવા તો ગુજરાતી ભાષામાં માહિતી આપે તેવી સાઈટ કાંતો aep નું નામ આપો

    ReplyDelete
  12. ગીર ગાય અને ગીર ગાયની વાછરડી ક્યાંથી મેળવી શકાય.. પ્રાપ્તિ સ્થાન હોય તો જણાવશો

    ReplyDelete
  13. મારે ગૌશાળા બનાવવી છે તો એની માટે કઈ બેક લોન આપ શે....?

    ReplyDelete
  14. દુજણી ભેસને શુ શુ ખવઙાવવુ તથા ગાભણી ભેસને શુ શુ ખવઙાવવુ તેના વિશે બુક ગુજ.ભાષામા કયાથી મળશે

    ReplyDelete
  15. મારે.તબેલોકરવોસે.લોન.કયબેકઆપે

    ReplyDelete
  16. મારે 25 શંકર ગાયો નો તબેલો બનાવવો છે.તો ઓસા વ્યાજે કઈ બેંક રૂપિયા આપે પ્લીઝ મને ફોનથી જણાવો
    9978166521

    ReplyDelete
  17. પુછેલ સવાલો ના જવાબ જણાવ્યું હોત તો સાચી જન સેવા કેહવાત

    ReplyDelete