Wednesday, December 4, 2013

Gir Cow (ગીર ગાય)

ગીર ગાય

ગાયની ચાર ઓળખ:

ભારત દેશમાં લોક્માન્યતા અને શાસ્ત્રોને આધારે ગાયની મુખ્ય ચાર ઓળખ છે.

(૧) કામધેનુ  (૨) કપિલા  (૩) સુરભિ  (૪) કવલી.

(૧) કામધેનુ:
કામ અટલે ઇચ્છા અને ધેનુ અટલે ગાય જે તમામ ઇચ્છા પુર્ણ કરનારી હોય તેવી ગાયને કામધેનુ ગાય કહેવામા આવે છે. કામધેનુ એટલે મનવાછિત ફળ આપનારી ઉત્તમગુણ સંપન ગાય. પુરાણ કથા પ્રમાણે ૧૪ રત્નો નિકળ્યા તેમાનુ એક રત્ન એટલે કામધેનુ ગાય.

(૨) કપિલા:
મુખ્ય બે પ્રકારની કપિલા ગાય છે. ૧. સુવર્ણ કપિલા ૨. શ્યામ કપિલા જે ગાયનો રંગ સોના જેવો ચમકતો સોનેરી હોય તે ગાયને સુવર્ણ કપિલા કહેવામા આવે છે. ગીર ગાયમાં સુવર્ણ કપિલાનુ સોનેરી મોઢુ, સોનેરી આંખો, પીંગળુ પૂછડુ અને આરસ જેવા શીંગ અને ખરી હોય છે.

(૩) સુરભિ :
સુર એટલે દેવ, જેમા દૈવી ગુણો છે તે સુરાભિ ગાય. સામાન્ય રીતે કવલી, કપિલા અને કામધેનુ સિવાયની સારી ગાયો સુરભિ ગણાય છે.

(૪) કવલી:
જે ગાય વાછરુંને જન્મ આપ્યા વગર જ સીધુ દૂધ આપવાનુ શરુ કરી દે છે તેવી ગાયને કવલી ગાય કહે છે. હજારો ગાયોમાં આવો એકાદ કિસ્સો જન્મે છે. કવલી ગાય વર્ષો સુધી એમજ દૂધ આપ્યા કરે છે. કવલી ગાય આજીવન ગરમીમાં આવતી નથી, ગાભણ થતી નથી કે બચ્ચાને જન્મ આપતી નથી.


ગીર ગાય

ગીર ગાયની પ્રાથમિક ઓળખ વિષે:

ગીર ગાયનું વતન: ગીરનું જંગલ – જૂનાગઢ, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લો.
અ‌ન્ય નામ: કાઠીયાવાડી, દેસણ, GYR, સોરઠી, ભોડાળી, ડેક્કની.

ગીર ગાયનાં શારીરીક લક્ષણો:

શારીરીક બાંધો: વતનને અનુરૂપ તેના શરીરનો બાંધો મધ્યમથી પ્રમાણસર મોટો છે. માદા ગીર જાનવરનું સરેરાશ વજન ૩૮૫ કીલો અને ઊંચાઈ ૧૩૦ સેમી. જ્યારે નર ગીર જાનવરનું સરેરાશ વજન ૫૪૫ કીલો અને ઊંચાઈ ૧૩૫ સેમી. હોય છે.

જ‌ન્મ સમયે વજન: નર: ૨૮-૩૦ કીલો, માદ: ૨૫-૩૦ કીલો.
શારીરીક વાન: લાલ, ઘાટો લાલ, લાલ રંગમાં સફેદ કે પીળાં ટપકાં કે ધબ્બા, રાખોડી રંગના ધબ્બા, સફેદ ટીલાં, ચોકલેટી કે કથ્થઈ રંગનાં ધબ્બા.
આંખો: ઉંઘરેટી અને ઢળતી.
શિંગડાં: પાછળની બાજુ વળેલા, બાજુમાંથી નીકળી પાછળની બાજુ નીચે તરફ વળેલા.
કપાળ: ઢાલ જેવું ઉપસેલું કે ફુલેલું.
કાન: લાંબા, લટકતા, આગળની બાજુ ખુલતા અને પાનની જેમ વળેલા.
ચામડી: લબડતી અને લચકદાર, ટુંકા રંગીન વાળ વાળી.
પુંછડી: લાંબી અને પાતળી ચાબુક જેવી.


ગીર ગાય

આર્થીક લાક્ષણીકતા:

દૂધ ઉત્પાદન: સરેરાશ ૧૫૯૦ કીલો પ્રતિ વેતર. ભારતમાં મહત્તમ ઉત્પાદન ૩૧૮૨ કીલો પ્રતિ વેતર. બ્રાઝીલમાં તેઓ સરેરાશ ૩૫૦૦ કીલો પ્રતિ વેતર આપે છે.
ફેટ: ૪.૫ ટકા સરેરાશ.
મિજાજ: ખુબજ નમ્ર અને પ્રેમાળ. ભારતીય ગાયોમાં સૌથી વધુ નરમ મિજાજ.
પુખ્ત થવાની ઉંમર: ૩૫-૪૮ માસ.
પ્રથમ વિયાણની ઉંમર: ૪૪-૫૭ માસ.
ભારતની દૂધ ઉત્પાદન માટેની ઓલાદ છે. તાજેતરમાં તેની ઉત્પાદન ક્ષમતાએ દેશી બ્રીડરોનું ધ્યાન આકર્શીત કર્યું છે. આ ઓલાદે બ્રાઝીલમાં ખુબજ સારૂં પ્રદર્શન કરતાં આપણા નીતિ ઘડવૈયાઓનું ધ્યાન ખેંચ્યું છે. બ્રાઝીલ શીવાય અ‌ન્ય દેશોમાં પણ આ ઓલાદની શુધ્ધ કે સંકરણ સંતતિઓ માંસ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે. 

ગીર ગાયનુ શારીરિક બંધારણ:

જન્મ સમયે ગીર વાછરડીનું વજન સામાન્ય રીતે ૨૫ થી ૩૦ કિલો હોય છે. વાછરડી બે વર્ષની થાય અટલે વોડકી તરીકે ઓળખાય છે. ગીર વોડકી સામાન્ય રીતે બે થી ત્રણ વર્ષની ઉંમર વચ્ચે ગરમીમાં આવે છે. બીજા વેતરથી તંદુરસ્ત ગાયના શરીરનુ વજન ૪૫૦ થી ૫૦૦ કિલો હોય છે. ગીર ગાય સામાન્ય રીતે ૧૦ થી ૧૨ વેંતર વિયાણ આપે છે અને બે વીયાણ વચ્ચે ૧૫ માસનો સમય રહે છે. ઘણી ગાયો ૧૫ થી ૧૮ વેતર પણ વિયાણ આપે છે. ગીર ગાયનુ સરેરાશ આયુષ્ય ૧૮ થી ૨૦ વર્ષ હોય છે.

દૂધાળ ગાયના લક્ષણો :

પાતળી ચામડી, લાંબી ડોક અને બારીક ચમકતી ઝીણી રુંવાટી.
ખૂત અને મોટુ આઉ તથા પેટની નીચેની દૂધની નસ ઉપસેલી, જાડી અને વાંકીચૂકી.
લાંબી પીઠ, પહોળુ પેટ અને પહોળુ કરકુ.
થાપાના ભાગની વધુ લંબાઇ પહોળાઇ.

ગીર ગાયનું દૂધ ઉત્પાદન:

ગાયના વિયાણ પછી ૩૦ દિવસ પછી મહત્તમ દૂધ ઉત્પદનનો સમય શરુ થાય છે.ગીર ગાય પ્રથમ વેતરે દૈનિક મહત્તમ ૧૨ થી ૧૮ લીટર દૂધ આપે છે. અમુક ગાયો દૈનિક ૨૦ થી ૨૨ લીટર દૂધ આપે છે.
ગીર ગાય પ્રથમ વેંતરે ૨૦૦૦ થી ૪૦૦૦ લીટર દૂધ આપે છે.
ગીર ગાય બીજા વેંતરે ૩૦૦૦ થી ૫૦૦૦ લીટર દૂધ આપે છે.
આ રીતે ગીર ગાય ૩જ, ૪થા અને ૫માં વેંતરે મહત્તમ દૂધ આપે છે. પછી ઉંમર વધતા પછીના વેંતરોમાં ક્રમશ: ધીમેધીમે દૂધ ઉત્પાદન ઘટતુ જાય છે.
સામાન્ય રીતે ગીર ગાય ૧૦ થી ૧૨ વેંતર વિયાણ આપે છે.


ગીર ગાય

 Article Credit: http://gircow.org

No comments:

Post a Comment