Monday, January 6, 2014

મધમાખી ઉછેર(Beekeeping,Apiculture)


મધમાખી ઉછેર એ કૃષિ આધારિત વ્યાવસાય છે જે ખેડૂતો તેમની વધારાની આવક મેળવવા કરી શકે છે.

મધમાખી ફૂલોનાં રસને મધમાં ફેરવે છે અને તેને મધપૂડામાં સંગ્રહ કરે છે.

જંગલમાંથી મધ એકત્ર કરવાની પધ્ધતિ ઘણાં સમયથી ચાલતી આવી છે. મધ અને તેનાં ઉત્પાદોની વધતી જતી મામ્ગને કારણે મધમાખી ઉછેર એક અલાયદા વ્યવસાય તરીકે આગળ આવી રહેલ છે. મધ અને મીણ એ બે એવી મહત્વની ઉત્પાદો છે જે મધમાખી ઉછેર દરમિયાન પ્રાપ્ત થાય છે.

મધમાખી ઉછેરનો આજીવિકા ઉપાર્જન માટેનાં ફાયદા:

1.મધમાખી ઉછેર ઓછો સમય, ધન અને માળખાકીય જરૂરિયાતો માંગી લે છે.
2.મધ અને મીણ બન્ને ખૂબ જ ઓછા કૃષિ ધનમાંથી તૈયાર કરી શકાય છે.
3.મધમાખી અન્ય કૃષિ સ્રોતો સાથે ક્યાંય સ્પર્ધામાં ઉતરતી નથી.
4.મધમાખી ઉછેર પર્યાવરણ ઉપર પણ હકારાત્મક અસરો કરે છે. મધમાખીઓ અનેક
5.વનસ્પતિઓમાં પરાગનયન માટે જવાબદાર છે અને તેથી સૂર્યમુખી જેવાં કેટલાક પાકોની ઉપજ વધે છે.
6.મધ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ખોરાક છે. મધ મેળવવાની જૂની ઢબથી ઘણી વાર મધમાખીઓનાં વસવાટ નાશ પામે છે. મધમાખીઓને ખોખાંઓમાં ઉછેરવાથી મધ ઘરે બનાવી શકાય છે અને આ પ્રકારનો નાશ અટકાવી શકાય છે.
7.મધમાખી વ્યક્તિગત રીતે અને જૂથોમાં પણ કરી શકાય છે.
8.મધ અને મીણનાં આર્થિક ક્ષમતા ઉચ્ચ છે.

ઉત્પાદન પધ્ધ્તિ:

મધમાખીને ખેતર કે ઘરમાં ખોખાંઓમાં ઉછેરી શકાય છે.

મધમાખી ઉછેર માટે આવશ્યક સાધનો:


1.મધપૂડો : આ એક ખોખૂં હોય છે જે એક તરફ સ્લેટ્સથી આવરિત કરેલું હોય છે. આ ખોખું એકંદરે ૧૦૦ સેમી લાંબું, ૪૫ સેમી પહોળું અને ૨૫ સેમી ઉંચું હોય છે. આ ખોખું ૨ સેમી જાડું હોય છે અને તેમાં ૧ સેમી પહોળું કાણું રાખવામાં આવે છે. ઉપરનાં સ્તરો ખોખાં જેટલી જ પહોળાઇનાં હોય છે જેથી તે ખોખામાં ગોઠવાઈ શકે અને તેમની જાડાઇ ૧.૫ સેમી હોય છે જેથી તે મધપૂડાનું વજન ઉંચકી શકે. તેની પહોળાઇ ૩.૩ સેમી હોય છે જે મધમાખીઓને નૈસર્ગિક વાતાવરણ પૂરૂં પાડે છે અને તેમને મધપૂડો ઉભો કરવામાં મદદ કરે છે.
2.ધૂમ્ર યંત્ર : આ એક મહત્વનુમ સાધન છે. તેને નાના ડબ્બામાંથી બનાવી શકાય છે. તેનો ઉપયોગ પોતાની જાતને મધમાખીનાં ડંખથી બચાવવા માટે કરવામાં આવે છે.
3.કાપડ : જ્યારે આપણે મધમાખીનાં ઉછેરનાં વિસ્તારમાં કામ કરતાં હોઇએ ત્યારે આપણને ડંખથી બચાવવા માટે વાપરવામાં આવે છે.
4.ચાકુ : ઉપરનાં સ્તરોને કાપવા ને મધપૂડાને છૂટો પાડવામાં વપરાય છે.
5.બ્રશ/પીચી : મધપૂડામાંથી મધમાખીઓને ખસેડવા માટે વપરાય છે.
6.રાણી રક્ષક
7.માચિસ

મધમાખીની પ્રજાતિઓ:

ભારતમાં મધમાખીની ચાર પ્રજાતિઓ જોવા મળે છે. તે છે:

1.રૉક બી (એપિસ ડોર્સાટા): તેઓ સારો મધ સંગ્રહ કરે છે અને પ્રતિ કોલોની 50-80 કિગ્રા મધ આપે છે.

2.લિટલ બી (એપિસ ફ્લોરિયા): તેઓની મધ બનાવવાની ક્ષમતા ઓછી હોવાથી તેઓ ૨૦૦-૯૦૦ ગ્રાય પ્રતિ કોલોની મધ આપે છે.

3.ઇન્ડિયન બી (એપિસ સેરાના ઇન્ડિકા): તેઓ પ્રતિ વર્ષ પ્રતિ કોલોની ૬-૮ કિગ્રા મધ આપે છે.

4.યુરોપિયન બી [ઇટાલિન બી] (એપિસ મેલિફેરા): તેમનું પ્રતિ કોલોની મધ ઉત્પાદન ૨૫-૪૦ કિગ્રા હોય છે.
ડંખ રહિત મધમાખી (ટ્રિગોના ઇરિડિપેનિસ): ઉપર જણાવેલ પ્રજાતિઓ ઉપરાંત, કેરળમાં એક અન્ય જાતિ પણ જોવા મળે છે જેને ડંખ રહિત મધમાખી કહે છે. તેઓ હકીકતમાં ડંખ વગરની હોતી નથી, પરંતુ તેમનો ડંખ ખૂબ જ ઓછો વિકસિત હોય છે. તેઓ ખૂબ જ સારી પરાગવાહક છે અને પ્રતિવર્ષ ૩૦૦-૪૦૦ ગ્રા મધ આપે છે.

મધપૂડાની સ્થાપના:

1.જે સ્થળે મધમાખી ઉછેર કરવાનો હોય તે સ્થલ ખુલાણવાળું, સૂકૂં અનેબાગની નજીક હોવું જોઇએ જ્યાં આસપાસ ફૂલોનો રસ, પરાગરજ અને પાણી પ્રાપ્ય હોય.
2.સૂર્યપ્રકાશની રક્ષણ રાખવાથી મધપૂડાનું તાપમાન જાળવી શકાય છે.
3.જ્યાં મધપૂડાનું સ્ટેન્ડ હોય ત્યાં આસપાસ આવેલ કિડિયારાં ભરી દેવામાં આવે છે. મધમાખીઓની કોલોનીઓ હંમેશા પૂર્વ દિશામાં રાખવી જોઇએ જેથી તડકા અને વરસાદ સામે રક્ષણ મળી શકે.
4.ધણ, અન્ય પ્રાણીઓ, ખૂબ જ વાહનવ્યવહાર યુક્ત રસ્તાઓ અને લાઇટોથી તેને દૂર રાખવું જોઇએ.

મધમાખીની કોલોનીની સ્થાપના:


મધમાખીની કોલોની સ્થાપવા માટે, મધમાખીઓને જંગલી કોલોની માંથી મધપૂડાનાં ખોખામાં સ્થાનાંતરિત કરવાની રહે છે. તે માટે તેમનાં આખાં ઝૂંડને સ્થાનાંતરિત કરવું પડે છે.
આમ, ઝૂંડને લાવતાં પહેલાં એ આવહ્સ્યક છે કે મધપૂડા માટેનાં ખોખાને જૂના કચરાની મદદથી તેમજ મધનાં મીણની મદદથી નૈસર્ગિક સુગંધ યુક્ત અને આકર્શક બનાવવામાં આવે. જો શક્ય હોય તો, નૈસર્ગિક ઝૂંડમાંથી રાણી માખીને પકડી અને તેને અંદર મૂકવામાં આવે જેથી અન્ય માખીઓ તેના પ્રત્યે આકર્ષિત થાય.
ઝૂંડને કેટલાંક અઠવાડિયાંઓ સુધી અડધો કપ સફેદ ખાંડને ગરમ પાણીમાં ઓગાળી બનાવેલ રસ આપવામાં આવે છે જેથી મધપૂડો પણ જલ્દી તૈયાર થાય છે.
વધુ પડતી માખીઓ ભેગી ન થાય તે જુઓ.

કોલોનીનું વ્યવસ્થાપન:


1.અઠવાડિયામાં એક વાર મધપૂડાનાં ખોખાને તપાસો અને બને ત્યાં સુધી સવારમાં તપાસો.
2.પહેલાં છત, ત્યાર બાદ, સ્તરો, ત્યાર બાદ, તેનાં આંતરિક ખંડો અને ત્યાર બાદ તેની જમીનને સાફ કરો.
3.કોલોનીને નિયમિત પણે જોતાં રહો અને તેમાં રાણીની હાજરી, ------- નો વિકાસ, મધ અને પરાગનો 4.સંગ્રહ, રાણી કોષોનો વિકાસ અને મધમાખીઓની શક્તિ અને મધમાખીઓની વૃધ્ધિ જોતાં રહો.
5.મધમાખીનાં દુશમ્નો સમા નીચેનાંમાંનાં કોઇ પણ જંતુઓની હાજરી પણ તપાસતાં રહો.
6.વેક્સ મોથ(ગેલેરિયા મેલોનેલા): બધું જ લારવે અને રેશમી જાળાં કાઢી નાંખો. Wax moth (Galleria mellonella):
7.વેક્સ બીટલ્સ (પ્લેટિબોલિયમ જાતિ): પુખ્ત જંતુઓને ભેગાં કરી કાઢી નાંખો.
8.ઉધઈ: ખોખાંની જમીન એન તેની બાજુઓને કપાસને પોટાશિયમ પરમેંગેનેટમાં પલાળી અને તેનાં વડે લૂછો. જરૂર પડે પુનરાવર્તન કરો.

કમોસમ દરમિયાન વ્યવસ્થાપન

1.ઉપરનાં સ્તરો કાઢી નાંખી આરોગ્ય પ્રદ કોલોનીઓને વધુ નજીક નજીક કરી બ્રૂડ ચેમ્બરામાં ગોઠવી લો.
2.જો આવશ્યક હોય તો વચ્ચે એક બોર્ડ મૂકાવો.
3.જો જરૂરત લાગે તો રાણી કોષો અને અન્ય નર કોષોનો નિકાલ કરો.
4.ખાંદનું દ્રાવણ (૧:૧) @ ૨૦૦ ગ્રા ખાંડ પ્રતિ કોલોની પ્રતિ અઠવાડિયાનાં હિસાબે મધમાખીઓને આપો.
બધી જ કોલોનીમાં એક જ સમયે ખોરાક મૂકો જેથી તેમાં લૂંટ નકારી શકાય.

મધ વહેતું હોય તે મોસમમાં વ્યવસ્થાપન
1.કોલોનીને મધની ઋતુ આવવા સુધીમાં સક્ષમ કરી નાંખો.
2.પહેલાં સ્તર અને બ્રૂડ ખંડની વચ્ચે આવશ્યક અવકાશ આપો.
3.રાણી રક્ષક પટ્ટીને પ્રજનન અને સ્તર ખંડોની વચ્ચે રાખી રાણીને પ્રજનન ઓરડામાં રાખો.
4.કોલોનીને અઠવાડિયામાં એક વાર તપાસો અને બધું જ મધ બધાં જ સ્તરો ઉપર થી કાઢી લેવાયું છે કે નહીં તે તપાસો. જે ફ્રેમ પોણાંથી વધુ મધ અથવા પરાગરજથી આચ્છાદિત હોય તેને કાઢી નાંખો અને તેને અન્ય ફ્રેમ વડે બદલી લો.
5.જે મધપૂડા સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા હોય અથવા બે તૃતિયાંશે જેટલાં બંધ હોયતેમાંથી મધ કાઢી લઈ તેને પાછા મૂકી શકાય.

મધ નિષ્કર્ષણ:

1.મધપૂડાનાં ખોખામાં ધૂમાડો કરી મધમાખીઓને ભગાડ્યા બાદ તેમાંથી મધ કાઢી શકાય છે.
2.મુખ્ય બે પુષ્પ ઋતુઓ જેવી કે ઓક્ટોબર /નવેમ્બર અને ફેબ્રુઆરી- જૂનને તરત જ બાદ નિષ્કર્ષણની આવશ્યકતા રહે છે.
3.એક પાકો મધપૂડો વજનમાં હળવો હોય છે અને મધથી ભરપૂર હોય છે. બન્ને તરફનાં મધ કોષોમાંનાં બે તૃતિયાંશથી વધુ કોષો મીણથી ભરાઈ ગયાં હોય છે.

સ્રોત : http://www.dainet.org , http://www.vuatkerala.org

Article Credit:http://www.indg.in/

No comments:

Post a Comment