Monday, January 6, 2014

ડેરી સાહસ વિકાસ યોજના

ડેરી સાહસ વિકાસ યોજનાએ ભારત સરકાર પ્રાયોજિત યોજના છે જે ડેરી કે તેના સંબંધિત વેપાર કરનાર વ્યક્તિ કે સંગઠીત કે અસંગઠીત જૂથને નાણાંકિય મદદ કરે છે.આ યોજના 1લી સપ્ટેમબર 2010માં અમલમાં આવી.

હેતુઓ:
  • સ્વચ્છ દૂધનું ઉત્પાદન થાય તે માટે સ્થપાનાર આધુનિક ડેરી ફાર્મને પ્રોત્સાહન આપવાનું
  • વાછરડું કે વાછરડીના ઉછેર અને સંરક્ષણના સારા જથ્થાને પ્રોત્સાહન આપવું
  • અવ્યવસ્થિત ક્ષેત્રમાં માળખાકિય સુધારો લાવી પ્રારંભીક દૂધ ઉત્પાદનને ગામ્ય સ્તરે એક કરવું
  • ગુણવત્તા અને પારંપરિક તકનિકોમાં સુધારો લાવી વ્યાપારીકરણની રીતે દૂધની સંભાળ લેવી
  • રોજગારીની તકો ઉભી કરી અવ્યવસ્થીત ક્ષેત્રમાં માળખાકિય સુવિધા પુરી પાડવી
આવરી લેવાતી પ્રવૃતિ અને એકમ સ્થાપવાનો સૂચત ખર્ચ:
  • નાનું ડેરી ફાર્મ: વર્ણસંકર ગાય, સ્થાનિક જાતની પ્રજાતિ અને ઉચી ઓલાદોની ભેસો(10 પ્રાણીઓ સુધીનો) રુપિયા 5 લાખ
  • કૃમિ ખાતર(દૂધાળા પ્રાણીઓ સાથે) રુપિયા 20,000
  • વાછરડી વાછરડાંના પાલન પોષણ-20 વાછરડાં સુધીનાં- રુપિયા 4.80 લાખ
  • દૂધ દોહવાનાં મશીન/દૂધની ચકાસણી/જથ્થા બંધ દૂધના કુલર( 2000 લીટર સુધીની ક્ષમતા) રુપિયા 18 લાખ
  • સ્થાનિક દૂધની બનાવટોના ઉત્પાદન એકમ માટે- રુપિયા 12 લાખ સુધી
  • દૂધની બનાવટોના પરિવહનની સુવિધા અને ઠંડુ રાખવાની સાંકળ બનાવવા- રુપિયા 24 લાખ
  • દૂધ/ દૂધની બનાવટો માટેના કોલ્ડ સ્ટોરેજ માટે- રુપિયા 30 લાખ
  • ખાનગી પશુ દવાખાના માટે- રુપિયા 2.4 લાખ-હરતાં ફરતાં એકમ માટે રુપિયા 1.80 લાખ- સ્થિર એકમ
  • ડેરી પાર્લર-રુપિયા 56000
લોન મેળવવા માટેની લાયકાત :
  • કોઇપણ ખેડૂત,વ્યક્તિગત સાહસિકો, એનજીઓ,કંપનીઓ, સંગઠીત કે અને અસંગઠીત જૂથ
યોજના ભંડોળ/ રોકાણની રીત:
  • વ્યક્તિગત સાહસિકનું યોગદાન: કુલ મુડીરોકાણમાં ઓછામાં ઓછુ 10%
  • ભરપાઇ બાદ મળનારી સબસીડી: કુલ મુડી રોકાણની ટોચમર્યાદામાં જનરલ કેટેગરીના લાભાર્થીઓ માટે 25 % જ્યારે 33.33% SC/ST લાભાર્થીઓ માટે
  • દૂધ/ દૂધની બનાવટના કોલ્ડ સ્ટોરેજ માટે- રુપિયા 30 લાખ
  • બેંકની ભાગીદારી: સંતુલિત હિસ્સો- ઓછામાં ઓછો 40%
અમલીકરણ સંસ્થાઓપશુપાલન ડેરી ઉદ્યોગ અને મત્સ્ય વિભાગ, આ યોજનામાં ભારત સરકાર કેન્દ્રમાં રહે છે. NABARD આ યોજનાને વેપારી બેંકો, સહકારી બેંકો, SLDBs સ્થાનિક ગ્રામ્ય બેંકો થકી અમલી બનાવે છે

સ્ત્રોત : http://nabard.org/deds_brochure.asp

Article Credit:http://www.indg.in/

No comments:

Post a Comment