Saturday, January 4, 2014

ઢોરની ઓલાદો અને તેમની પસંદગી

  • ભારતીય ઢોર ઓલાદો

    • દુધાળી ઓલાદો

    • દુધાળી અને ભારવાહી ઓલાદો

    • ભારવાહી ઓલાદો

  • એક્ઝોટિક ડેરી ઓલાદો

  • ભેંસની ઓલાદો

  • ડેરી ઓલાદો માટે સામાન્ય પસંદગીની કાર્યપદ્ધતિ

  • વ્યાપારી ડેરી ફાર્મ માટે ઓલાદોની પસંદગી - સૂચનો

ભારતીય ઢોર ઓલાદો

દુધાળી ઓલાદો

સહીવાલ:
  • મુખ્યત્વે પંજાબ, હરિયાણા, ઉ.પ્ર., દિલ્હી, બિહાર અને મ.પ્ર.માં જોવા મળે છે.
  • દૂધની આવક – ગ્રામીણ પરિસ્થિતિમાં: 1350 કિગ્રા.
    – વેપારી ફાર્મ્સમાં: 2100 કિગ્રા.
  • પહેલા વેતર વખતે ઉંમર – 32-36 મહિના
  • બે વેતર વચ્ચેનો ગાળો – 15 મહિના

ગીર:
  • મુખ્યત્વે દક્ષિણ કાઠીયાવાડના ગીરના જંગલ વિસ્તારમાં જોવા મળે છે.
  • દૂધની આવક – ગ્રામીણ પરિસ્થિતિમાં: 900 કિગ્રા.
    – વેપારી ફાર્મ્સમાં: 1600 કિગ્રા.
gir.JPG

થરપારકર:
  • જોધપુર, કચ્છ અને જેસલમેરમાં જોવા મળે છે.
  • દૂધની આવક – ગ્રામીણ પરિસ્થિતિમાં: 1600 કિગ્રા.
    – વેપારી ફાર્મ્સમાં: 2500 કિગ્રા.

Karan Frie
રાજસ્થાનમાં જોવા મળતી થરપારકર ગાયની ઓલાદ સાથે હોલ્સ્ટેન ફ્રેસીયન સાંઢના કૃત્રિમ વીર્યદાન દ્વારા કરન ફ્રાઈ વિકસાવવામાં આવી હતી. થરપારકર ગાયો દૂધ સરેરાશ પ્રમાણમાં આપતી હોવા છતાં ગરમ અને ભેજવાળી આબોહવાનો સામનો કરવાની તેમની ક્ષમતા માટે તેમનું મૂલ્ય ઘણું ઊંચુ આંકવામાં આવે છે.
karan-frie breed
ઓલાદની લાક્ષણિકતાઓ :
  • તેમના શરીર, કપાળ અને પૂંછડી પર કાળા અને સફેદ ધબ્બા હોય છે. તેમના ઘેરા રંગના આંચળની ડીંટડીઓ પર સફેદ ધબ્બા અને દૂધની સ્પષ્ટ જણાતી શિરાઓ હોય છે.
  • કરન ફ્રાઈ ગાયો અત્યંત આજ્ઞાંકિત હોય છે. માદા વાછરડા નર વાછરડાની સરખામણીમાં જલ્દીથી પુખ્ત થાય છે અને 32-34 મહિનાની ઉંમરે ગર્ભ ધારણ કરે છે.
  • ગર્ભધારણ સમય સામાન્યપણે લગભગ 280 દિવસ રહે છે. વેતર પછી પશુ 3-4 મહિનામાં ગર્ભ ધારણ કરે છે, આમ સ્થાનિક ગાયોની સરખામણીમાં તેઓ સ્પષ્ટ લાભ ધરાવે છે. સ્થાનિક ગાયો ફરી ગર્ભ ધારણ કરવા સામાન્યપણે 5-6 મહિના લે છે.
  • Milk yield દૂધની આવક : કરન ફ્રાઈ ઓલાદની ગાયો વર્ષે 3,000થી 3,400 લિટર દૂધનું ઉત્પાદન કરવા સક્ષમ છે. સંસ્થાના ફાર્મ ખાતે આ ગાયની ઓલાદ સરેરાશ 3,700 લિટર દૂધ આપતી હતી. તેમાં ચરબીનો ભાગ લગભગ 4.2 ટકા હતો અને તે 320 દિવસ દૂધ આપતી હતી, એમ તેમણે સમજાવ્યું હતું.
  • આ ઓલાદને પૂરતા પ્રમાણમાં લીલો ઘાસચારો તેમજ સંતુલિત સંકેન્દ્રીત મિશ્રણ આપવામાં આવે ત્યારે તે રોજના લગભગ 15-20 લિટર દૂધ આપી શકે છે. દૂધની આવક ધાવણકાળ (એટલે કે વેતરના 3-4 મહિના)ની ચરમ સીમાએ દિવસના 25-30 લિટર સુધી જઈ શકે છે.
  • દૂધ ઉત્પાદનની ઊંચી ક્ષમતાને કારણે વધારે દૂધ આપતી ગાયો આંચળના ચેપ (મસ્ટાઇટિસ) તથા ખનીજની ઉણપોનો વધારે ભોગ બને છે, જેનું વેળાસર નિદાન થાય તો સારવાર શક્ય છે.

વાછરડાની કિંમત : વાછરડાને જન્મ આપનારી ગાયની કિંમત તેના દૂધની નીપજના આધારે સામાન્યપણે રૂ. 20,000થી રૂ. 25,000 હોય છે.

વધારે માહિતી માટે સંપર્ક :
મુખ્ય અધિકારી,
ડેરી પશુ સંવર્ધન વિભાગ,
રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા, કર્નાલ, હરિયાણા- 132001
ફોન: 0184-2259092

રેડ સિન્ધી:
  • મુખ્યત્વે પંજાબ, હરિયાણા, કર્ણાટક, તમિળનાડુ, કેરળ અને ઓરિસ્સામાં જોવા મળે છે.
  • દૂધની આવક – ગ્રામીણ પરિસ્થિતિમાં: 110 કિગ્રા.
    - વેપારી ફાર્મ્સમાં: 1900 કિગ્રા.
દૂધાળી અને ભારવાહી ઓલાદો:

ઓન્ગોલ
  • મુખ્યત્વે આંધ્રપ્રદેશના નેલ્લોર, કૃષ્ણા, ગોદાવરી અને ગુન્ટુર જિલ્લામાં જોવા મળે છે.
  • દૂધની આવક – 1500 કિગ્રા.
  • બળદો ગાડાં ખેંચવા અને હળ ચલાવવાના ભારે કામમાં અત્યંત સક્ષમ હોય છે.

હરિયાણા
  • હરિયાણાના કર્નાલ, હિસ્સાર અને ગુરગાંવ જિલ્લામાં તેમજ દિલ્હી અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં મુખ્યત્વે જોવા મળે છે.
  • દૂધની આવક – 1140-4500 કિગ્રા.
  • બળદો માર્ગ પરિવહન તથા ઝડપી હળ ચલાવવાના કામમાં અત્યંત સક્ષમ હોય છે.

કાંકરેજ
  • મુખ્યત્વે ગુજરાતમાં જોવા મળે છે.
  • દૂધની આવક – ગ્રામીણ પરિસ્થિતિમાં: ૧૩૦૦ કિગ્રા. - વેપારી ફાર્મ્સમાં: ૩૬૦૦ કિગ્રા.
  • પહેલા વેતર વખતે ઉંમર – 3૬થી ૪૨ મહિના
  • બે વેતર વચ્ચેનો ગાળો – 15થી ૧૬ મહિના
  • બળદો ઝડપી, સક્રિય અને મજબૂત હોય છે. ખેતી અને પરિવહનના હેતુઓ માટે સારા.
દેવની:
  • મુખ્યત્વે આંધ્ર પ્રદેશના ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ભાગોમાં જોવા મળે છે.
  • ગાયો દૂધ ઉત્પાદન માટે અને બળદો કામો માટે સારા છે.

ભારવાહી ઓલાદો:

અમૃતમહલ:
  • મુખ્યત્વે કર્ણાટકમાં જોવા મળે છે.
  • ખેતી અને પરિવહન માટે સારા હોય છે.

હાલીકાર:
  • મુખ્યત્વે કર્ણાટકના ટુમકુર, હસન અને મૈસૂર જિલ્લાઓમાં જોવા મળે છે.

ખીલ્લર:

કંગાયમ:
  • મુખ્યત્વે તમિળનાડુના કોઇમ્બતૂર, ઇરોડ, નામક્કલ, કરૂર અને ડીન્ડીગુલ જિલ્લાઓમાં જોવા મળે છે.
  • ખેતી અને પરિવહન માટે અનૂકુલ છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ નભી જાય

વિદેશી ડેરી ઓલાદો:

જર્સી:
  • પહેલા વેતર વખતે ઉંમર – ૨૬-૩૦ મહિના
  • બે વેતર વચ્ચેનો ગાળો – ૧૩-૧૪ મહિના
  • દૂધની આવક - ૫૦૦૦-૮૦૦૦ કિગ્રા
  • ગાયો એક દિવસમાં ૮-૧૦ લીટર દૂધ આપે છે.
  • ડેરીમાં સરેરાશ દૂધની નીપજ 20 લિટર છે, જ્યારે સંકર જર્સી ગાય રોજના 8-10 લિટર દૂધ આપે છે.
  • ભારતમાં આ ઓલાદે ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં સારું અનુકૂલન સાધ્યું છે.
 

હોલ્સ્ટેન ફ્રેઇસીયાન:
  • આ ઓલાદ હોલેન્ડની છે.
  • દૂધની આવક - ૭૨૦૦-૯૦૦૦ કિગ્રા
  • દૂધની નીપજના સંદર્ભમાં પરદેશી પશુધનમાં અત્યાર સુધીની આ સૌથી શ્રેષ્ઠ ડેરી ઓલાદ છે. સરેરાશ તે રોજના 25 લિટર દૂધ આપે છે, જ્યારે સંકર એચએફ રોજના 10-15 લિટર દૂધ આપે છે.
  • તે દરિયાઈ અને મુખત્રિકોણ પ્રદેશોમાં સારી કામગીરી બજાવે છે.

ભેંસની ઓલાદો:

મુરાહા:
  • મુખ્યત્વે હરિયાણા, દિલ્હી અને પંજાબમાં જોવા મળે છે.
  • દૂધની આવક – ૧૫૬૦ કિગ્રા
  • રોજની સરેરાશ દૂધની નીપજ 8-20 લિટર છે, જ્યારે સંકર ઓલાદની મુરાહ ભેંસ રોજના 6-8 લિટર દૂધ આપે છે.
  • તે દરિયાઈ અને સહેજ ઠંડી આબોહવામાં સારી કામગીરી બજાવે છે.

સુરતી:
  • ગુજરાતી
  • 1700-2500 કિગ્રા

જાફરબાદી :
  • ગુજરાતનો કાઠીયાવાડ વિસ્તાર
  • 1800-2700 કિગ્રા

નાગપુરી:
  • મહારાષ્ટ્રના નાગપુર, અકોલા, અમરાવતી અને યવતમાલમાં જોવા મળે છે.
  • દૂધની આવક- ૧૦૩૦-૧૫૦૦ કિગ્રા
ડેરી ઓલાદો માટે પસંદગીની સામાન્ય કાર્યપદ્ધતિઓ:

ડેરી ઉપયોગી ગાયોની પસંદગી:

વાછરડાના મેળામાં વાછરડાની અને પશુ મેળામાં ગાયની પસંદગી કરવી એ એક કલા છે. ડેરી ખેડુતે તેની પોતાની ઓલાદોનું સંવર્ધન કરીને તેનું પોતાનું પશુધન ઉભુ કરવું જોઇએ. ડેરી ઉપયોગ માટેની ગાયની પસંદગી માટે નીચેની માર્ગદર્શિકા ઉપયોગી રહેશે.
  • જ્યારે પણ પશુ મેળામાંથી પશુ ખરીદવામાં આવે ત્યારે તેની પસંદગી તેની ઓલાદ લાક્ષણિકતાઓ તથા દૂધ આપવાની ક્ષમતાના આધારે કરવી જોઇએ.
  • સંગઠિત ફાર્મોમાં સામાન્યપણે તૈયાર કરવામાં આવતી હીસ્ટ્રી શીટ અથવા વંશાવળી પશુનો સંપૂર્ણ ઇતિહાસ દર્શાવે છે.
  • ડેરી ઉપયોગી ગાયો દ્વારા દૂધનો મહત્તમ ઉતાર પ્રથમ પાંચ ધાવણકાળ દરમિયાન જોવા મળતો હોય છે. તેથી, સામાન્યપણે પસંદગી પહેલા કે બીજા ધાવણકાળ દરમિયાન થવી જોઇએ અને તે પણ વેતરના મહિના પછી.
  • એક પછી એક એમ ત્રણવાર સંપૂર્ણપણે દૂધ દોહવું જોઇએ, જેથી ચોક્કસ પ્રાણી કેટલું દૂધ આપે છે તેની સરેરાશનો ઉચિત ખ્યાલ આવી શકે.
  • કોઈપણ વ્યક્તિ ગાયને દોહી શકવી જોઇએ અને ગાય આજ્ઞાંકિત હોવી જોઇએ.
  • ઓક્ટોબર અને નવેમ્બર મહિનાઓમાં પશુ ખરીદવા બહેતર છે.
  • વેતર પછીના 90 દિવસ સુધી મહત્તમ ઉતાર જોવા મળે છે.
વધારે દૂધ આપતી ડેરી ગાયોની ઓલાદની લાક્ષણિકતાઓ:
  • માદાપણું, તાકાત, તમામ અંગોનું સંવાદી મિશ્રણ, પ્રભાવક સ્ટાઇલ અને વર્તન ધરાવતું આકર્ષક વ્યક્તિત્વ
  • પશુના શરીરનો દેખાવ શંકુ આકારનો હોવો જોઇએ.
  • ચળકતી આંખો અને પાતળી ડોક હોવા જોઇએ.
  • તેના આંચળ તેના ઉદર સાથે સારી રીતે જોડાયેલાં હોવા જોઇએ.
  • આંચળની ચામડી રૂધિરવાહિનીઓનું સારું જાળું ધરાવતી હોવી જોઇએ.
  • ચારેચાર આંચળ પર સારી રીતે ગોઠવાયેલી સુસ્પષ્ટ ડીંટડીઓ હોવી જોઇએ.
વેપારી ડેરી ફાર્મ માટે ઓલાદોની પસંદગી - સૂચનો:
  • ભારતીય પરિસ્થિતિમાં વેપારી ડેરી ફાર્મમાં ઓછામાં ઓછા 20 પશુ (10 ગાય, 10 ભેંસ) હોવા જોઇએ. આ સંખ્યા વધીને આસાનીથી 100 સુધી થઈ શકે, જેમાં ગાય-ભેંસનો 50:50 કે 40:60નો ગુણોત્તર હોય. આ પછી, જોકે, તમારે વિસ્તરણ કરતા પહેલાં તમારી શક્તિ અને બજાર સંભાવનાની સમીક્ષા કરવી જોઇએ.
  • મધ્યમ વર્ગના આરોગ્યસભાન ભારતીય કુટુંબો વપરાશ માટે ઓછી ચરબી ધરાવતું દૂધ પસંદ કરે છે. મિશ્ર પ્રકારનું વેપારી ફાર્મ હંમેશાં બહેતર છે. (જેમાં સંકર ઓલાદો, ગાયો અને ભેંસો અલગ હારમાં એક જ શેડ નીચે રાખવામાં આવે છે.)
  • જ્યાં તમે તમારા દૂધનું વેચાણ કરવા માગો છો તેવા નિકટતમ બજારનો સંપૂર્ણ અભ્યાસ કરો. તમે બંને પ્રકારના પશુઓના દૂધનું મિશ્રણ કરી શકો છો અને બજારની જરૂરિયાત પ્રમાણે વેચી શકો છો. હોટલો અને કેટલાક સામાન્ય ગ્રાહકો (લગભગ 30 ટકાની આસપાસ) ભેંસનું શુદ્ધ દૂધ પસંદ કરે છે. હોસ્પિટલો, સેનીટેરીયમો ગાયનું દૂધ પસંદ કરે છે.
વેપારી ફાર્મ માટે ગાય ⁄ ભેંસની ઓલાદોની પસંદગી:

ગાય:
  • સારી ગુણવત્તાની ગાયો બજારમાં ઉપલબ્ધ છે. અને તેમની કિંમત પ્રતિ દિવસ દૂધના લિટરે રૂ. 1200થી રૂ. 1500 થાય છે. (એટલે કે દિવસનું 10 લિટર દૂધ આપતી ગાયની કિંમત રૂ. 12,000થી રૂ. 15,000ની વચ્ચે થશે.)
  • જો યોગ્ય સંભાળ લેવામાં આવે તો, ગાયો દર 13-14 મહિને એક વાછરડાને જન્મ આપે.
  • તેઓ વધારે આજ્ઞાંકિત હોય છે અને તેમને સરળતાથી દોહી શકાય છે. સારું દૂધ આપતી સંકર ઓલાદોએ (હોલ્સ્ટેન અને જર્સી) ભારતીય હવામાનમાં સારું અનુકુલન સાધ્યું છે.
  • ગાયના દૂધમાં ચરબીની ટકાવારી 3થી 5.5 ટકા હોય છે અને તે ભેંસના દૂધ કરતા ઓછી હોય છે.
ભેંસ:
  • ભારતમાં મુરાહ અને મહેસાણા જેવી ભેંસની સારી ઓલાદો છે, જે વેપારી ડેરી ફાર્મ માટે યોગ્ય છે.
  • ભેંસના દૂધની માખણ અને ઘી બનાવવા માટે વધારે માગ હોય છે, કેમકે તેના દૂધમાં ગાયના દૂધ કરતા ચરબીનું પ્રમાણ વધારે હોય છે. ચા બનાવવા માટે ભેંસના દૂધને પસંદ કરવામાં આવે છે. ચા સામાન્ય ભારતીયોના ઘરોમાં મહેમાનોને આપવામાં આવે છે.
  • ભેંસ વધારે રેસાવાળા પાકના અવશેષો પર નભી શકે છે, તેથી દાણનો ખર્ચ ઘટાડી શકાય છે.
  • ભેંસને પુખ્ત થતા વાર લાગે છે અને 16થી 18 મહિનાના અંતરાલે પાડાને જન્મ આપે છે. નર પાડાની ઓછી કિંમત ઉપજે છે.
  • ભેંસને શીતળ વાતાવરણ જોઇએ, જેમ કે પાણુનું ખાબોચીયું અથવા પંખા સાથે ફુવારો.
સ્રોત : BAIF Development Research Foundation, Pune

Article Credit:http://www.indg.in

No comments:

Post a Comment