Tuesday, January 7, 2014

વાછરડાની સંભાળ

પ્રારંભિક સંભાળ:

જન્મ પછી તૂરત જ તેમના નાક અને મોંઢામાંથી નીકળતા કોઇપણ શ્લેષ્મ કે કફને તાત્કાલિક દૂર કરો.સામાન્યપણે ગાય વાછરડાને જન્મ આપ્યા પછી તેને ચાટે છે. તેનાથી વાછરડાનું શરીર સૂકું થાય છે અને તેને શ્વાસ લેવામાં અને રૂધિરાભિસરણમાં મદદ મળે છે. જો ગાય વાછરડાને ચાટે નહીં કે પછી ઠંડું હવામાન હોય તો, વાછરડાને સૂકા લૂગડાં કે શણના કોથળાથી ઘસો અને સૂકું કરો. તેની છાતી પર હાથથી દાબ આપીને કૃત્રિમ શ્વાસોશ્વાસ પૂરું પાડો.
   
 1.શરીરથી 2-5 સેમી દૂર નાળને કસીને બાંધો અને ત્યાંથી 1 સેમી નીચે કાપો અને ટિંક્ચર આયોડિન કે બોરિક એસિડ કે અન્ય કોઈ એન્ટીબાયોટિક લગાવો.
    
2.ગમાણમાંથી ભીના પાથરણા દૂર કરો અને ગમાણ એકદમ સ્વચ્છ અને સૂકું રાખો.
    
3.વાછરડાનું વજન નોંધવું જોઇએ.
  
4.ગાયના આંચળ અને ડીંટડીઓ ધોવા માટે શક્ય હોય તો, ક્લોરિન સોલ્યુશન વાપરો અને સૂકા કરો.
    
5.ગાયનું પહેલું દૂધ એટલે કે કોલોસ્ટ્રમ વાછરડાને ચુસવા દો.

6.વાછરડું પ્રથમ કલાકમાં પોતાની જાતે ઉભું થશે અને દૂધ પીશે. વાછરડું નબળું હોય તો, તેને મદદ કરો.

વાછરડાનું પોષણ:

નવજાત વાછરડાને અપાતો સૌ પ્રથમ અને સૌથી મહત્વનો ખોરાક કોલોસ્ટ્રમ છે. કોલોસ્ટ્રમ વાછરડાને જન્મ આપ્યા પછી લગભગ 3થી 7 દિવસ માતાના ધાવણમાં નીકળે છે. તે વાછરડાના પોષણ અને પ્રવાહી આહારનો પ્રાથમિક સ્રોત છે. તે આવશ્યક એન્ટીબોડીઝ પણ પૂરા પાડે છે, જે વાછરડાને તાત્કાલિકપણે ચેપી રોગો અને પોષણલક્ષી ઉણપો સામે લડવામાં મદદ કરે છે. તેથી ઉપલબ્ધ હોય તો, સતત પ્રથમ ત્રણ દિવસ વાછરડાને કોલોસ્ટ્રમ આપો.

જન્મ સમયે કોલોસ્ટ્રમના પોષણ ઉપરાંત, વાછરડાને જન્મ પછીના પ્રથમ 3થી 4 સપ્તાહ માટે દૂધ જરૂરી છે. ત્યાર બાદ તેઓ વનસ્પતિજન્ય સ્ટાર્ચ અને શર્કરા પચાવી શકે છે. દૂધનો વધુ આહાર પોષણયુક્ત છે, પરંતુ અનાજ ખવડાવવા કરતા વધારે મોંઘુ પડી શકે છે. તમામ પ્રવાહી ખોરાક ઓરડાના કે શરીરના તાપમાન જેટલા જ તાપમાને ખવડાવવા જોઇએ.

1.વાછરડાને ખવડાવવા માટે ઉપયોગમાં લેવાતા તમામ વાસણો એકદમ સ્વચ્છ રાખો. સાધનોને ચોખ્ખા, સૂકાં સ્થળે રાખો.

2.પાણી મહત્વનું છે

3.તમામ સમયે ચોખ્ખું, તાજુ પાણી ઉપલબ્ધ રાખો. વાછરડું એકસાથે પુષ્કળ પાણી પી ના જાય તે માટે પાણી અલગ વાસણોમાં અલગ સ્થળોએ રાખો.

વાછરડાને ખવડાવવાની રીતો:

વાછરડાને ખવડાવવાની રીત તેને ઉછેરવા માટે વપરાતા આહારના પ્રકાર પર નિર્ભર છે. પરંપરાગત રીતે નીચેની રીતો અનુસરવામાં આવે છે:

    1.સંપૂર્ણ દૂધ પર ઉછેરવું
    2.ક્રીમ વિનાના દૂધ પર ઉછેરવું
    3.દૂધ સિવાયના અન્ય પ્રવાહી, જેવા કે છાશ, દહીંનો તાજો મીઠો નિતાર, રાબ, વગેરે પર ઉછેરવું
    4.દૂધના વિકલ્પો પર ઉછેરવું
    5.કાફ સ્ટાર્ટર્સ પર ઉછેરવું
    6.ધાત્રી ગાયો પર ઉછેરવું

સંપૂર્ણ દૂધ પર ઉછેરવું:

    1.ત્રણ મહિનાની ઉંમર ધરાવતા નવજાત વાછરડાની પોષણ માટેની જરૂરિયાત શરીરના સરેરાશ 50 કિગ્રા વજને નીચે પ્રમાણે છે:
    
સૂકી ચીજો (ડ્રાય મેટર –ડીએમ) 1.43 કિગ્રા
    
સંપૂર્ણ પાચનક્ષમ પોષક તત્વો (ટોટલ ડાયજેસ્ટિબલ ન્યુટ્રીઅન્ટ્સ – ટીડીએન) 1.60 કિગ્રા
    
ક્રુડ પ્રોટીન (સીપી) 315 ગ્રામ
   
એ જોઈ શકાશે કે આહારમાં ચરબીના ઉંચા પ્રમાણને કારણે ટીડીએન એ ડીએમ કરતા વધારે જરૂરી છે. 15 દિવસે નવજાત વાછરડું થોડું ઘાસ ચાવવાનું શરૂ કરે છે, જે રોજનું અડધો કિગ્રા હોય છે અને ત્રણ મહિને વધીને 5.0 કિગ્રા થાય છે.
    
આ સમયગાળામાં લીલા ઘાસચારાને બદલે સારી ગુણવત્તાનું સૂકું ઘાસ વાછરડાના ભોજનમાં આપી શકાય છે. 15 દિવસની ઉંમરે અડધો કિગ્રાથી શરૂ કરીને 3 મહિનાની ઉંમરે 1.5 કિગ્રા સુધી વધી શકે.
    
3 સપ્તાહ પછી જો સંપૂર્ણ દૂધની ઉપલબ્ધતા ઓછી હોય તો, તેના બદલે ક્રીમ વિનાનું દૂધ, છાશ કે દૂધનો અન્ય પ્રવાહી વિકલ્પ અંશત: પ્રમાણમાં આપી શકાય.

કાફ મિક્સ્ચર:

1.જે નવજાત વાછરડા દૂધ કે અન્ય પ્રવાહી વિકલ્પો પર ઉછરતા હોય તેમના માટે કાફ મિક્સ્ચર સંકેન્દ્રીત પૂરક આહાર છે. કાફ મિક્સ્ચર મુખ્યત્વે મકાઈ અને જવ જેવા અનાજનું બનેલું હોય છે.

2.ઘઉં, જુવાર જેવા ધાન્યનો પણ મિક્સ્ચરમાં ઉપયોગ કરી શકાય. તેમજ શેરડીનું મોલાસીસ મિક્સ્ચરના 10 ટકાના પ્રમાણમાં વાપરી શકાય છે.

3.આદર્શ કાફ મિક્સ્ચરમાં 80 ટકા ટીડીએન અને 22 ટકા સીપી હોય છે.

યુવાન વાછરડાં માટે ચારો:

    નાના પ્રકાંડ, પાંદડા ધરાવતો સીંગવાળો ચારો યુવાન વાછરડાઓ માટે શ્રેષ્ઠ ચારો છે. તે બે સપ્તાહની ઉંમર પછી આપી શકાય. સીંગ તથા ઘાસ મિશ્રિત ચારો પણ મૂલ્યવાન છે.
   
 સૂર્યપ્રકાશમાં ઉગતા ચારાનો તાજો, લીલો રંગ વિટામિન એ, ડી અને બી-કોમ્પ્લેક્સ વિટામિનોનો સારો સ્રોત છે.
   
 છ મહિનાની ઉંમરે વાછરડું 1.5થી 2.25 કિગ્રા. ચારો ખાય છે. ઉંમર સાથે જથ્થો વધે છે.
    
6થી 8 સપ્તાહ પછી સિલેજ થોડા જથ્થામાં વધારાના ખોરાક તરીકે આપી શકાય. સિલેજનો ચારો બહુ વહેલા શરૂ કરવાથી વાછરડાને ઝાડા થઈ જશે.
    
વાછરડું 4થી 6 મહિનાની ઉંમર સુધી ના પહોંચે ત્યાં સુધી સિલેજ આપવું ઇચ્છનીય નથી.
    
મકાઈ અને જુવારના સિલેજ એકદમ સામાન્ય છે, પરંતુ તે પ્રોટીન અને કેલ્સીયમ સારા પ્રમાણમાં ધરાવતા નથી અને વિટામિન ડી પણ ઓછું છે.

ધાત્રી ગાયો પર વાછરડાઓનો ઉછેર:

ઓછી ચરબીવાળુ દૂધ આપતી અને સ્વભાવે હાર્ડ મિલ્કર ગાયના દૂધ પર 2થી 4 અનાથ વાછરડાઓને તેમના જન્મના પ્રથમ સપ્તાહથી જ સફળતાપૂર્વક ઉછેરી શકાય છે.

સૂકા ઘાસ સાથે ડ્રાય કાફ મીલ શક્ય તેટલું વહેલું આપવામાં આવે છે. આ વાછરડાઓને 2થી 3 મહિનાની ઉંમરે દૂધ છોડાવી શકાય છે.

રાબ પર વાછરડાં ઉછેરવા:

રાબ કાફ સ્ટાર્ટરનું પ્રવાહી સ્વરૂપ છે. તે દૂધનો વિકલ્પ નથી. 4 સપ્તાહની ઉંમરથી દૂધનો ખોરાક ક્રમશ: ઓછો કરવામાં આવે છે અને તેના વિકલ્પે રાબ ઉમેરવામાં આવે છે. 20 દિવસ પછી દૂધ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

કાફ સ્ટાર્ટર્સ પર વાછરડાં ઉછેરવા:

એમાં વાછરડાંના પોષણની સંપૂર્ણ દૂધથી શરૂઆત કરવામાં આવે છે. તેમને સૂકું કાફ સ્ટાર્ટર અને સારું સૂકું ઘાસ કે ચારો ખાતા શીખવવામાં આવે છે. 7થી 10 સપ્તાહની ઉંમરે તેમને પ્રવાહી દૂધ સંપૂર્ણપણે છોડાવી દેવામાં આવે છે.

દૂધના વિકલ્પ પર વાછરડાં ઉછેરવા:

એટલું અવશ્ય સમજી લેવું જોઇએ કે યુવા વાછરડાં માટે પોષણયુક્ત મૂલ્યના સંદર્ભમાં દૂધનો કોઈ વિકલ્પ નથી. જોકે, દૂધ કે અન્ય પ્રવાહીની ઉપલબ્ધતા અત્યંત ઓછી હોય ત્યારે, દૂધના વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે.

દૂધના વિકલ્પના ઉપયોગનો દર સંપૂર્ણ દૂધ જેટલો જ છે. એટલેકે વાછરડાંના શરીરના વજનના 10 ટકા. દૂધના પુન:નિર્મિત વિકલ્પનો કુલ ઘન પદાર્થ પ્રવાહીના 10થી 12 ટકા થાય છે.

દૂધ છોડાવવું:

વાછરડાને ગાયનું દૂધ છોડાવવું એ સઘન ડેરી ફાર્મિંગ પ્રણાલીઓમાં અપનાવાતી સંચાલન પ્રથાઓ છે. દૂધ છોડાવવાથી સંચાલનની એકરૂપતામાં મદદ મળે છે, તેમ જ દરેક વાછરડાને જરૂરી પ્રમાણમાં દૂધ મળી રહે છે, જેથી બગાડ થતો નથી કે વાછરડા વધારે પડતું ધાવતા નથી.
    
અપનાવવામાં આવતી સંચાલન પદ્ધતિના આધારે ધાવણ જન્મ સમયે, 3 સપ્તાહે, 8-12 સપ્તાહે કે 24 સપ્તાહે છોડાવી શકાય. ખેડુતના ખેતરની પરિસ્થિતિ હેઠળ દૂધ 12 સપ્તાહે છોડાવવામાં આવે છે. આખલા તરીકે ઉછેરવામાં આવતા નર વાછરડાઓને મોટેભાગે છ મહિનાની ઉંમર સુધી ગાયની સાથે રહેવા દેવામાં આવે છે.
  
જેમાં મોટાપાયે વાછરડાં ઉછેરવામાં આવે છે તેવા સંગઠિત ધણમાં નાની ઉંમરે દૂધ છોડાવવું લાભદાયક છે.
    
જન્મ સમયે દૂધ છોડાવવાથી નાની વયે દૂધના વિકલ્પો અને કાફ મીલ અપનવવામાં પણ મદદ મળે છે, જેથી ગાયનું દૂધ માનવ વપરાશ માટે બચાવી શકાય છે.

દૂધ છોડાવ્યા બાદ:

દૂધ છોડાવ્યા પછીના ત્રણ મહિનામાં ધીરે ધીરે કાફ સ્ટાર્ટરનું પ્રમાણ વધારવામાં આવે છે. ઊંચી ગુણવત્તાવાળું ઘાસ સમગ્ર દિવસ દરમિયાન વાછરડાઓ માટે ઉપલબ્ધ રહેવું જોઇએ. સિલેજ, લીલા પાંદડા, ઘાસચારો જેવો ભારે ભેજવાળો ખોરાક આપી શકાય, જે વાછરડાના શરીરના વજનના ત્રણ ટકા જેટલો હોય. આ ચારો વધારે આપવાનું ટાળો, કેમકે તે વધારે પ્રમાણમાં આપવાથી સમગ્રપણે પોષણયુક્ત આહારમાં ઘટાડો કરે છે.

વાછરડાની વૃદ્ધિ:

વાછરડા ઇચ્છનીય દરે વૃદ્ધિ કરે છે કે નહીં તે નક્કી કરવા તેમના વજનમાં થયેલા વધારાને ચકાસણી કરો.

પ્રથમ ત્રણ મહિના દરમિયાન વાછરડાઓનું પોષણ અત્યંત નિર્ણાયક છે.આ તબક્કે અયોગ્ય ખોરાક વાછરડાઓના મૃત્યુ દરમાં 25-30 ટકાનો ફાળો આપે છે.

ગર્ભવતી ગાયને પ્રસૂતિ પહેલાના 2-3 મહિના દરમિયાન સારી ગુણવત્તાવાળો ઘાસચારો ખવડાવવો જોઇએ.

નિયમિત કૃમિનાશ સાથે વાછરડાને યોગ્ય ખોરાક આપવાથી દર મહિને 10-15 કિગ્રા.નો વૃદ્ધિ દર હાંસલ થશે.

સારો વાડો મહત્વનો છે:

વાછરડાં દૂધ છોડાવવાની ઉંમરે પહોંચે ત્યાં સુધી તેમને અલગ વાડાઓમાં રાખો. અલગ વાડાઓમાં રાખવાથી વાછરડા એકબીજાને ધાવતા અટકાવશે નહીં અને વાછરડામાં રોગ ફેલાવાનું ઘટશે. વાછરડાઓ પર સીધો પવન ના આવે તે રીતે તાજી હવાની અવરજવર રહેવી જોઇએ.

વાછરડાના વાડામાં જમીન પર ડાળાં પાંદડા કે તણખલાંનું બનેલું આરામદાયક અને સૂકું બિછાનું હોવું જોઇએ. ખુલ્લાં વાડા અંશત: ઢંકાયેલા હોવા જોઇએ અને સૂર્યની વધુ પડતી ગરમી, શિયાળાની ઠંડી અને પવનથી રક્ષણ માટે વાડા ફરતી દિવાલો હોવી જોઇએ. પૂર્વાભિમુખ વાડાને સવારે સૂર્યની ઉષ્મા મળે છે અને દિવસે ગરમીના સમયે છાંયડો મળે છે. વરસાદ પણ પૂર્વ દિશામાંથી ભાગ્યેજ પડે છે.

વાછરડાઓને તંદુરસ્ત રાખો:

નવજાત વાછરડાઓને રોગોથી દૂર રાખવાથી તેઓ તંદુરસ્ત રહે છે, મૃત્યુનું પ્રમાણ ઘટે છે અને માંદા પ્રાણીઓની સારવાર કરવાનો ખર્ચો બચે છે. તેથી, વાછરડાઓનું નિયમિતપણે નિરીક્ષણ કરો, તેમને યોગ્ય ખોરાક આપો અને ચોખ્ખું વાતાવરણ પૂરું પાડો.

સ્રોત : ડેરી એનિમલ મેનેજમેન્ટ, સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઑફ વોકરેશનલ એજ્યુકેશન, આંધ્રપ્રદેશ

Article Credit:http://www.indg.in

No comments:

Post a Comment