Saturday, January 11, 2014

ઇમુ ઉછેર

ઇમુ રેટાઇટ જૂથના પક્ષીઓ છે અને તેમના માંસ, ઇંડા, તેલ, ચામડી અને પીંછા મોટું આર્થિક મૂલ્ય ધરાવે છે. આ પક્ષીઓ વિવિધ આબોહવામાં અનુકૂલન સાધી શકે છે. ભારતમાં ઇમુ અને શાહમૃગ ભારતમાં બહારથી આવેલા છે, તેમ છતાં ઇમુ ઉછેરે મોટું મહત્વ ધારણ કર્યું છે.

રેટાઇટ પક્ષીઓની પાંખો વધારે વિકસેલી હોતી નથી. આ જૂથમાં ઇમુ, શાહમૃગ, કેસોવરી અને કિવિનો સમાવેશ થાય છે. ઇમુ અને શાહમૃગ દુનિયાના ઘણા ભાગોમાં તેમના માંસ, તેલ, ચામડી અને પીંછાના ઊંચા આર્થિક મૂલ્યને કારણે વ્યાપારી ધોરણે ઉછેરવામાં આવે છે. આ પક્ષીઓના શારીરિક અને દેહધાર્મિક લક્ષણો ઠંડા અને ગરમ હવામાનની સ્થિતિઓ માટે સાનુકૂળ જણાય છે. આ પક્ષીઓ સારા પ્રમાણમાં રેસાવાળા આહાર સાથેના વિશાળ રેન્ચીઝ અને અર્ધ-સઘન ઉછેર પ્રણાલીઓ માટે અનુકૂળ જણાય છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ચીન ઇમુ ફાર્મિંગ ક્ષેત્રે અગ્રણી છે. ઇમુ પક્ષીઓ ભારતીય આબોહવા સાથે સારું અનુકૂલન ધરાવે છે.
ઇમુના લક્ષણો
ઇમુ લાંબી ડોક, સરખામણીમાં ટુંકું ખુલ્લું માથુ, પગની ત્રણ આંગળીઓ અને પીછાવાળું શરીર ધરાવે છે. પક્ષીઓ પ્રારંભમાં શરીર પર (0-3 મહિનાની ઉંમરે) ઉભા પટ્ટા ધરાવે છે, જે 4-12 મહિનાની ઉંમર સુધીમાં ક્રમશ: બદામી રંગના થાય છે. પુખ્ત પક્ષીઓ ખુલ્લી વાદળી ડોક અને શરીર પર ટપકાંવાળા પીંછા ધરાવે છે. પુખ્ત પક્ષીની ઉંચાઈ લગભગ 6 ફુટ અને વજન 45થી 60 કિગ્રા હોય છે. તેમના લાંબા પગ સખત અને સૂકી જમીન સાથે અનુકૂલન સાધનારી ભીંગડાવાળી ચામડીથી આવરેલા હોય છે. ઇમુનો કુદરતી ખોરાક જીવડાં, કોમળ પાંદડાં અને ઘાસચારો છે. તે ગાજર, કાકડી, પપૈયુ વગેરે જેવા વિવિધ પ્રકારના શાકભાજી અને ફળો પણ ખાય છે. નર-માદામાં માદા મોટી હોય છે. ખાસ કરીને સંવનન સમયે જ્યારે નર ઉપવાસ પણ કરતો હોય છે. નર-માદાની જોડીમાં માદા વર્ચસ્વ ધરાવતી હોય છે. ઇમુ 30 વર્ષ જીવે છે. તે 16 કરતા વધારે વર્ષ સુધી પણ ઇંડા મૂકી શકે છે. આ પક્ષીઓને ટોળામાં કે જોડીમાં ઉછેરી શકાય છે.


બચ્ચાની સંભાળ
ઇમુના બચ્ચાનું વજન ઇંડાના કદ પ્રમાણે લગભગ 370થી 450 ગ્રામ (ઇંડાના વજનના લગભગ 67 ટકા) હોય છે. પ્રથમ 48-72 કલાક ઇમુના બચ્ચાં જરદીના ઝડપી અધિશોષણ અને યોગ્ય રીતે સૂકાવા માટે ઇનક્યુબેટરમાં રાખવામાં આવે છે. બચ્ચાંના આગમન પહેલાં બ્રુડિંગ શેડને સંપૂર્ણપણે ચોખ્ખું અને ચેપમુક્ત કરો, જમીન પર કુસ્કી પાથરો, તેના પર શણના નવા કોથળા પાથરો. પ્રથમ ત્રણ સપ્તાહ માટે લગભગ 25-40 બચ્ચાં દીઠ બ્રુડરનો એક સેટ ગોઠવો, જેમાં એક બચ્ચાંને 4 ચોરસફુટ જગ્યા મળી રહે. પ્રથમ ત્રણ દિવસ 900Fનું અને ત્યારબાદ 3-4 સપ્તાહ સુધી 850F બ્રુડિંગ તાપમાન પૂરું પાડો. યોગ્ય તાપમાન બ્રુડરને સફળ બનાવે છે. બ્રુડરમાં એક લિટર પાણીની ક્ષમતાવાળા પાણીના જગ અને એટલી જ સંખ્યામાં ખાવા માટેની કુંડીઓ પૂરી પાડો. દર 100 ચોરસ ફુટ વિસ્તાર માટે રોજ સમગ્ર દિવસ દરમિયાન બ્રુડર શેડમાં 40 વોટનો બલ્બ સળગતો રહેવો જોઇએ. 3 સપ્તાહની ઉંમર પછી ચિક ગાર્ડ સર્કલ પહોળુ કરીને બ્રુડર વિસ્તારને હળવે રહીને મોટો કરો અને પાછળથી જ્યારે બચ્ચા 6 સપ્તાહના થાય ત્યારે સર્કલ દૂર કરો. પહેલા 14 સપ્તાહ સ્ટાર્ટર મેશ (બચ્ચા ખાઈ શકે તેવો છૂંદીને બનાવેલો ખોરાક) આપો અને 10 કિલોનું સ્ટાન્ડર્ડ વજન પ્રાપ્ત કરે ત્યાં સુધી આપો. દરેક પક્ષીને પૂરતા પ્રમાણમાં ફ્લોર સ્પેસ મળે તેની કાળજી રાખો, કેમકે તેમના તંદુરસ્ત જીવન માટે પક્ષીઓને દોડવાની જગ્યા જોઇએ. 30 ફુટની રન સ્પેસ જોઇએ. એટલે જો આઉટડોર સ્પેસ પૂરી પાડવામાં આવે તો લગભગ 40 બચ્ચા માટે 40 ફુટ લાંબી અને 30 ફુટ પહોળી ફ્લોર સ્પેસ જોઇએ. ફરસ પરથી સરળતાથી પાણી, કચરો વહી જાય તેવી હોવી જોઇએ અને ભેજમુક્ત હોવી જોઇએ.
શું કરવું
  • ક્યારેય વાડો સમાવી શકાય તેથી વધારે ઇમુથી ભરચક થવો જોઇએ નહીં
  • પ્રથમ થોડા દિવસો જંતુમુક્ત પાણી અને તનાવમુક્ત કારકો પૂરા પાડો
  • રોજ પાણીને ચોખ્ખું રાખો, નહીંતર આપોઆપ પાણી આવે અને બંધ થાય તેવી વ્યવસ્થા કરો
  • પક્ષીઓ નિરાંતમાં છે કે નહીં તે જોવા તેમજ તેમનો આહાર, પાણી, બચ્ચાની સ્થિતિ વગેરે માટે તેમની રોજ દેખરેખ રાખો, જો કોઈ તાત્કાલિક સુધારો કરવો હોય તો થઈ શકે
  • બચ્ચાની તંદુરસ્ત વૃદ્ધિ માટે તેમજ તેમના પગની ક્ષતિઓ ટાળવા તેમના ખોરાકમાં યોગ્ય ખનીજો અને વિટામિનો હોય તેની કાળજી રાખો
  • બહેતર જૈવિક સુરક્ષા જાળવવા ઑલ-ઇન-ઑલ-આઉટ રીઅરિંગ (બચ્ચા સાથે મોટા પક્ષીઓ રાખીને ઉછેરવા નહીં) અપનાવો
શું ના કરવું
  • ગરમીમાં પક્ષીઓને વિક્ષુબ્ધ કરવા નહીં
  • પક્ષીઓ સરળતાથી ઉત્તેજિત થઈ જાય છે. તેથી, વાડામાં શાંત વાતાવરણ જરૂરી છે.
  • પક્ષીઓ કોઇપણ ચીજ સરળતાથી પકડી લે છે, તેથી ખીલી, કાંકરા જેવી ચોક્કસ ચીજો પક્ષીઓની નજીક રાખવી નહીં.
  • ફાર્મમાં બિનઅધિકૃત માણસો, સામગ્રી આવવા દેવા નહીં. યોગ્ય જૈવિક સુરક્ષા જળવાવી જ જોઇએ.
  • લીસી, ડાંગરની કુશકી પાથરેલી સપાટી પર પક્ષીઓને મુકશો નહીં, કેમકે બચ્ચા સરળતાથી ઉત્તેજતિ થાય છે, દોડે છે અને લપસવાથી તેમના પગ ભાંગે છે.


મોટા થતા બચ્ચાની સંભાળ
ઇમુના બચ્ચા મોટા થાય છે, તેમ તેમ તેમને પાણી અને ખોરાકના વધારે મોટા સાધનો જોઇએ અને તેથી ફરસની જગ્યા વધારે જોઇએ. નર-માદાને અલગ તારવો અને અલગ ઉછેરો. જરૂર પડે તો, વાડામાં પૂરતા પ્રમાણમાં ડાંગરની કુશકી પાથરો અને બચ્ચાને સારી અને સૂકી સ્થિતિમાં રાખો. પક્ષીઓ 34 સપ્તાહની ઉંમર અથવા 25 કિલો શરીર વજન પ્રાપ્ત કરે ત્યાં સુધી તેમને ગ્રોઅર મેશ પર રાખો. આહારના 10 ટકા લીલો ચારો આપો. ખાસ કરીને વિવિધ પ્રકારના પાંદડાનો ખોરાક આપો, જેથી પક્ષી રેસાવાળા ખોરાકથી ટેવાય. તમામ સમયે ચોખ્ખુ પાણી પૂરું પાડો અને તેઓ ઇચ્છે તેટલો ખોરાક પૂરો પાડો. વિકાસના તબક્કામાં વેતર સૂકી સ્થિતિમાં રહે તેની કાળજી રાખો. જરૂર પડે તો, વાડામાં ડાંગરની કુશકીનો જરૂરી જથ્થો રાખો. આઉટડોર સ્પેસને ધ્યાનમાં લઇને 40 પક્ષીઓ માટે 40 ફુટ લાંબી અને 100 ફુટ પહોળી જગ્યા પૂરી પાડો. ફરસ સરળતાથી પાણી-કચરો વહી જાય તેવી હોવી જોઇએ અને ભેજ ટાળો. યુવા પક્ષીઓને અંકુશમાં રાખવા તેમના શરીર બાજુમાંથી પકડી રાખો અને દ્રઢતાપૂર્વક તેમના શરીર પકડો. પુખ્તો અને નાના પક્ષીઓને બાજુમાંથી બંને પાંખો પકડીને અને વ્યક્તિના પગ સુધી ઘસેડીને સુરક્ષિત કરી શકાય. ક્યારેય પક્ષીને લાત મારવા ના દો. પક્ષી બાજુમાં અને આગળ લાત મારી શકે છે. તેથી, તેમ જ મનુષ્યો બંનેની ઇજા ટાળવા માટે પક્ષીઓને બહેતર રીતે સુરક્ષિત કરવા અને દ્રઢપણે પકડવા જરૂરી છે.
શું કરવું
  • રોજ ઓછામાં ઓછુ એકવાર પક્ષીઓની દેખરેખ રાખો, તેમની ચપળતા, ખોરાક અને પાણીના સાધનોની તપાસ માટે
  • પગની ક્ષતિઓ અને હગાર જુઓ. માંદા પક્ષીઓને ઓળખો અને અલગ તારવો
  • બચ્ચાને પુખ્ત પક્ષીઓ સાથે ઉછેરો નહીં.
શું ના કરવું:
  • તીક્ષ્ણ પદાર્થો, કાંકરા પક્ષીઓની નજીક રાખો નહીં. પક્ષીઓ તોફાની હોય છે અને તેમની નજીક પડેલી કોઇપણ ચીજ પકડી લે છે.
  • ગરમીની સીઝનમાં પક્ષીઓને અંકુશમાં લેવા કે રસીકરણ માટે પકડવા કે ખલેલ પહોંચાડવી નહીં
  • સમગ્ર દિવસ દરમિયાન ઠંડુ અને સ્વચ્છ પાણી પૂરું પાડો.


બ્રીડર સંચાલન
ઇમુ પક્ષીઓ 18-24 મહિનાની ઉંમરે જાતિય પુખ્તતા હાંસલ કરે છે. નર-માદાનો ગુણોત્તર 1:1નો રાખો. વાડામાં સંવનન થવાનું હોય તો જોડીઓ એકબીજાને અનુરૂપ હોવી જોઇએ. સંવનન દરમિયાન દરેક જોડીને લગભગ 2500 ચોરસ ફુટ (100 x 25)ની ફ્લોર સ્પેસ આપો. પક્ષીઓની પ્રાઇવસી જળવાય રહે અને સંવનનને પ્રોત્સાહન મળે તે માટે વૃક્ષો અને છોડવા પણ રોપો. પ્રજનન કાર્યક્રમના 3-4 સપ્તાહ પહેલાં બ્રીડર આહાર પૂરો પાડો અને તેને ખનિજો અને વિટામિનોથી ફોર્ટીફાઈ કરો, જેથી પક્ષીઓમાં બહેતર ફળદ્રુપતા અને ઇંડા સેવવાની ક્ષમતા વધે. સામાન્યપણે, પુખ્ત પક્ષીઓ રોજ એક કિલો ખોરાક ખાય છે. પરંતુ, પ્રજનનની સીઝનમાં તેમના આહારમાં નાટ્યાત્મક ઘટાડો થાય છે. તેથી, પોષક તત્વો લેવાય તેની ખાસ કાળજી લેવી.
પક્ષી પહેલું ઇંડુ અઢી વર્ષની ઉંમરે મુકે છે. ઇંડા ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન મુકાય છે, ખાસ કરીને વર્ષના સૌથી ઠંડા દિવસોમાં. ઇંડા મુકવાનો સમય સાંજના 5.30થી 7.00નો છે. વાડામાં નુકસાન થતું અટકાવવા ઇંડા દિવસના બેવાર એકઠા કરી શકાય. સામાન્યપણે માદા ઇમુ પ્રથમ વર્ષના ચક્ર દરમિયાન લગભગ 15 ઇંડા મુકે છે. પછીના વર્ષોમાં ઇંડા ઉત્પાદન વધીને લગભગ 30-40 ઇંડા સુધી પહોંચે છે. એક ઇમુ વર્ષે સરેરાશ 25 ઇંડા મુકે છે. ઇંડાનું વજન 475-650 ગ્રામ હોય છે અને વર્ષમાં સરેરાશ વજન 560 ગ્રામ થાય છે. ઇંડુ લીલુ હોય છે અને નક્કર આરસ જેવું લાગે છે. રંગની તીવ્રતા આછી, મધ્યમથી ઘેરી લીલી હોય છે. તેની સપાટી બરછટથી માંડીને લીસી હોય છે. મોટાભાગના ઇંડા (42 ટકા) ખરબચડી સપાટી ધરાવતા મધ્યમ લીલા રંગના હોય છે.
 


ઇમુના ઇંડા
બ્રીડરના ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલ્સીયમ (2.7 ટકા) ઉમેરો, જેથી ઇંડાનું યોગ્ય કેલ્સિફિકેશન થાય અને તેની મજબૂતી વધે. પક્ષી ઇંડુ મુકે તે પહેલાં તેને વધારે પડતું કેલ્સીયમ આપવામાં આવે તો ઇંડાનું ઉત્પાદન ખોરવાય જશે અને નરની ફળદ્રુપતા પણ ખોરવાશે. ગ્રિટ કે કેલ્સાઇટ પાવડરના સ્વરૂપે વધારાનું કેલ્સીયમ પૂરું પાડવા અલગ સાધન મુકો. વાડામાંથી અવારનવાર ઇંડા એકઠા કરો. જો ઇંડા પર રેતી, ધૂળ ચોંટે તો સેન્ડ પેપર અને કોટનથી સ્વચ્છ કરો. ઇંડાનો 60 ડીગ્રી ફેરનહીટ (16 ડીગ્રી સેન્ટિગ્રેડ) તાપમાને સંગ્રહ કરો. સારી સેવનક્ષમતા માટે ઇંડાનો 10થી વધારે દિવસ સંગ્રહ કરો નહીં. ઓરડાના તાપમાને સંઘરેલા ઇંડાને સારી સેવનક્ષમતા માટે દર 3થી 4 દિવસે સેટ કરવા.


ઇંડાનું સેવન અને ઇંડામાંથી બહાર
ઓરડાના તાપમાને અનુકૂળ થાય પછી ફળદ્રુપ ઇંડા ગોઠવો. એક ટ્રેમાં સમક્ષિતિજ રીતે અથવા હારમાં સહેજ આડા રહે તે રીતે ગોઠવો. એગ ઇન્ક્યુબેટરને સંપૂર્ણપણે સ્વચ્છ અને જંતુમુક્ત કરો. મશિન ચાલુ કરીને સાચુ ઇન્ક્યુબેટિંગ તાપમાને સેટ કરો, એટલે કે 96-97 ડીગ્રી ફેરનહીટ ડ્રાય બલ્બ તાપમાન અને 78-80 ડીગ્રીનું વેટ બલ્બ તાપમાન (લગભગ 30-40 ટકા આરએચ). સેટ કરેલા તાપમાને અને સાપેક્ષ આર્દ્રતાએ એકવાક ઇન્ક્યુબેટર તૈયાર થઈ જાય ત્યાર બાદ ઇંડાની ટ્રેને કાળજીપૂર્વક એક સેટરમાં મુકો અને સેટ કર્યાની તારીખ અને વંશાવળીની ઓળખ માટેની સ્લિપ જરૂર પડે તો સાથે મુકો. ઇનક્યુબેટરની દર 100 ચોરસ ફુટ જગ્યા માટે 20 ગ્રામ પોટેશીયમ પરમેંગેનેટ વત્તા 40 મિલિ ફોર્મેલિનથી ઇન્ક્યુબેટર ચેપમુક્ત કરો. ઇન્ક્યુબેશનના 48મા દિવસ સુધી દર એક કલાકે ઇંડા ફેરવો. 49મા દિવસ પછી ઇંડા ફેરવવાનું બંધ કરો અને કોચલા તૂટવાની રાહ જુઓ. 52મા દિવસે ઇન્ક્યુબેશન સમયગાળો પૂરો થાય છે. બચ્ચા સૂકા થવા જરૂરી છે. બચ્ચાને ઓછામાં ઓછા 24થી 72 કલાક સુધી હેચર કમ્પાર્ટમેન્ટમાં રાખો, જેથી મૃત્યુદર ઘટે અને બચ્ચા તંદુરસ્ત થાય. સામાન્યપણે, સેવનક્ષમતા 70 ટકા કે તેથી વધારે થાય છે. નીચી સેવનક્ષમતા માટે ઘણા કારણો છે. યોગ્ય બ્રીડર પોષણ તંદુરસ્ત બચ્ચાની ખાત્રી પૂરી પાડે છે.


આહાર
ઇમુને તેમની યોગ્ય વૃદ્ધિ અને પુન: પ્રજોત્પત્તિ માટે સંતુલિત આહાર જોઇએ. સાહિત્યના આધારે ચોક્કસ પોષક તત્વોની જરૂરિયાતો સૂચવવામાં આવી છે (કોષ્ટક 1 અને 3). સામાન્ય પોલ્ટ્રી આહાર ઘટકોનો ઉપયોગ કરીને ઇમુનો આહાર બનાવી શકાય છે (કોષ્ટક 2). ઉત્પાદન ખર્ચમાં આહાર ખર્ચનો હિસ્સો 60-70 ટકા છે. તેથી, સસ્તો આહાર વળતરમાં વધારો કરશે. વેપારી ધોરણે ચાલતા ફાર્મમાં ઇમુની દર એક પ્રજનન જોડીને વર્ષે 394થી 632 કિલો (સરેરાશ 527 કિલો) આહાર જોઇએ. આહારની કિંમત નોન-બ્રીડિંગ અને બ્રીડિંગ સીઝનોમાં અનુક્રમે રૂ. 6.50 અને રૂ. 7.50 હતી.
ઇમુના વિવિધ વય જૂથો માટે સૂચવાયેલી પોષક તત્વોની જરૂરિયાતો
માપદંડ
નવજાત 
 10-14 સપ્તાહની ઉંમર અથવા 10 કિલો સુધીનું વજન
વિકસતા 
15-34
સપ્તાહની ઉંમર અથવા 25 કિલો સુધી શરીરનું વજન
બ્રીડર
ક્રુડ પ્રોટીન (ટકા)
20
18
20
લાઇસીન (ટકા)
1.0
0.8
0.9
મેથીઓનાઇન (ટકા)
0.45
0.4
0.40
ટ્રીપ્ટોફેન (ટકા)
0.17
0.15
0.18
થ્રીઓનાઇન (ટકા)
0.50
0.48
0.60
કેલ્સીયમ (ટકા) મીની
1.5
1.5
2.50
કુલ ફોસ્ફરસ (ટકા)
0.80
0.7
0.6
સોડીયમ ક્લોરાઇડ (ટકા)
0.40
0.3
0.4
ક્રુડ ફાયબર મહત્તમ (ટકા)
9
10
10
વિટામિન એ (IU/kg)
15000
8800
15000
વિટામિન ડીલ  (ICU/kg)
4500
3300
4500
વિટામિન ઈ (IU/kg)
100
44
100
 વિટામિન બી 12 (µ g/kg)
45
22
45
કોલાઇન (mg/kg)
2200
2200
2200
કોપર (mg/kg)
30
33
30
ઝિન્ક (mg/kg)
110
110
110
મેંગેનીઝ (mg/kg)
150
154
150
આયોડિન (mg/kg)
1.1
1.1
1.1
ઇમુ આહાર (કિલો / 100 કિલો)
ઘટકો
નવજાત
વિકસતા
ફિનિશર
બ્રીડર
જાળવણી
મકાઈ
50
45
60
50
40
સોયાબીનનો ખોળ
30
25
20
25
25
ડીઓઇલ્ડ રાઇસબ્રાન (DORB)
10
16.25
16.15
15.50
16.30
સૂર્યમુખી
6.15
10
0
0
15
ડાયકેલ્સીયમ ફોસ્ફેટ
1.5
1.5
1.5
1.5
1.5
કેલ્સાઇટ પાવડર
1.5
1.5
1.5
1.5
1.5
શેલ ગ્રિટ
0
0
0
6
0
મીઠુ
0.3
0.3
0.3
0.3
0.3
ટ્રેઇસ મિનરલ્સ
0.1
0.1
0.1
0.1
0.1
વિટામિનો
0.1
0.1
0.1
0.1
0.1
કોક્સીઓડાયોસ્ટેટ
0.05
0.05
0.05
0
0
મેથીઓનાઇન
0.25
0.15
0.25
0.25
0.15
કોલાઇન ક્લોરાઇડ
0.05
0.05
0.05
0.05
0.05


આરોગ્ય સંભાળ અને સંચાલન
રેટાઇટ પક્ષીઓ સામાન્યપણે સશક્ત અને લાંબુ જીવે છે (80 ટકા જીવનક્ષમતા). ઇમુમાં મૃત્યુદરક અને આરોગ્યની સમસ્યાઓ મુખ્યત્વે શૈશવ અને કિશોર અવસ્થાઓમાં જોવા મળે છે. તેમાં ભૂખમરો, કુપોષણ, આંતરડામાં તકલીફ, પગમાં વિકૃતિ, કોલાઇ ચેપ અને ક્લોસ્ટ્રીડીયલ ચેપનો સમાવેશ થાય છે. અન્ય નોંધાયેલા રોગોમાં રાઇનાઇટિસ, કેન્ડિડાયાસિસ, સાલ્મોનેલા, એસ્પરજીલોસિસ, કોક્સીડાયોસિસ, લાઇસ અને એસ્કેરિડ ચેપોનો સમાવેશ થાય છે. એક મહિનાની ઉંમરથી શરૂ કરીને એક મહિનાના અંતરાલે બાહ્ય અને આંતરીક કૃમિઓના નાશ માટે ઇવર્મેક્ટિન આપી શકાય છે.ઇમુમાં એન્ટરાઇટિસ અને વાઇરલ ઇક્વાઇન એન્સેફેલોમાયેટિસ (ઈઈઈ) નોંધાયા હતા. ભારતમાં અત્યાર સુધીમાં ગ્રોસ લીઝન્સના આધારે રાનીખેત રોગચાળોના કેટલાક બનાવો નોંધાયા હતા, પરંતુ તેમને અનુમોદન પ્રાપ્ત થયું નહોતું. જોકે, આ પક્ષીઓને એક સપ્તાહે (લસોટા), 4 (લસોટા બુસ્ટર) અને 8, 15, અને 40 સપ્તાહે મુક્તેશ્વર સ્ટ્રેઇન દ્વારા રસીકરણ કરવાથી બહેતર રોગપ્રતિરક્ષા મળી હતી.


ઇમુની નીપજો
ઇમુ અને ઓસ્ટ્રિચનું માંસ ઓછી ચરબી, ઓછું કોલસ્ટેરોલ, જંગલી સોડમના સંદર્ભમાં ઊંચી ગુણવત્તા ધરાવે છે. જાંઘ અને પગના નીચલા હિસ્સાના મોટા સ્નાયુનું માંસ મૂલ્યવાન હોય છે. ઇમુની ચામડી સરસ અને મજબૂત હોય છે. પગની ચામડી વિશિષ્ટ તરાહની હોવાથી અત્યંત મૂલ્યવાન હોય છે. ઇમુની ચરબીમાંથી તેલ બને છે, જે ખાવાના કામમાં આવે છે, ઔષધીય (સોજો ઉતારનારુ) અને પ્રસાધન મૂલ્ય ધરાવે છે.


અર્થશાસ્ત્ર
ઇમુના ફાર્મના આર્થિક સરવેમાં જણાયું હતું કે પ્રજનન માટે પક્ષીઓની ખરીદી ખર્ચાળ (68 ટકા) હતી. બાકીનું મૂડીરોકાણ ફાર્મ (13 ટકા) અને હેચરી (19 ટકા)માં થયું હતું. દર વર્ષે દર એક પ્રજનન જોડી દીઠ આહાર ખર્ચ રૂ. 3600 હતો. ઇંડા સેવન પાછળનો ખર્ચ અને એક દિવસના બચ્ચા પાછળનો ખર્ચ અનુક્રમે રૂ. 793 અને રૂ. 1232 હતો. જોડીનો આહાર વર્ષે 524 કિલો નોંધાયો હતો અને ખર્ચ રૂ. 3578. એક દિવસની ઉંમર ધરાવતા વેચાણક્ષમ બચ્ચાની કિંમત રૂ. 2500-3000 હતી. સારી સેવનક્ષમતા (80 ટકા કરતા વધારે), આહારનો ઓછો ખર્ચ અને મૃત્યુદર ઘટાડા (10 ટકા કરતા ઓછો) સાથે ઇમુ બહેતર વળતર આપવાની સંભાવના છે.

સ્રોત : રાવ એન એસ 2004. એ સ્ટડી ઑન ધી પર્ફોર્મન્સ ઑફ ઇમુ (ડ્રોમીયસ નોવેહોલાન્ડી) ઇન આંઘ્રપ્રદેશ. આચાર્ય એન. જી. રંગા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીને સુપ્રત કરાયેલો એમવીએસસીનો થીસિસ. પાનુ 1-62


Article Credit:http://www.indg.in/agriculture/animalhusbandary/poultry/a87aaeac1-a89a9bac7ab0

No comments:

Post a Comment