Saturday, January 11, 2014

ઘેટા અને ઊંન વિકાસ

ઘેટા અને ઊંન વિકાસ
પશુઘન વસ્તી ગણતરી ર૦૦૭ મુજબ રાજયમાં ર૦.૦૧ લાખ ઘેટાંની વસ્તી છે. રાજયમાં ૭૦ % થી વઘારે સંખ્યામાં ઘેટાં અને બકરાં નાના / સીમાંત ખેડૂતો અને ખેત મજૂરો ઘ્વારા પાળવામાં આવે છે. રાજયમાં ઘેટાંની વસ્તી મોટે ભાગે સૌરાષ્ટ અને ઉતર ગુજરાત વિસ્તારમાં જોવા મળે છે.
ઘેટાંના ટોળાઓમાં નર ઘેટાં, માદા ઘેટીઓ અને બચ્ચાંઓની ટકાવારી અનુક્રમે ૯.પ૯ % , ૬૪.૪૦ % અને ર૬.૦૧ % મુજબ જોવા મળે છે. આશરે ૬૮.પ % ઘેટાંના ટોળા સ્થાયી હોય છે. જયારે ૩૧.૪૩ % ઘેટાંના ટોળા સ્થળાંતરિત હોય છે. રાજયમાં ઘેટાં અને ઉન વિકાસની પ્રવૃતિઓમાં નોંઘપાત્ર સુઘારો જણાયેલ છે અને પ્રવૃતિના વિકાસને નોંઘ પાત્ર અવકાશ છે. કારણ કે રાજયના કુલ પશુઘનના ૩ર% હિસ્સો ઘેટાંનો છે. રાજયામાં પશુપાલન ખાતુ અને ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમ હસ્તકનાં ૬ (છ) જિલ્લા ઘેટાં વિસ્તરણ કેન્દ્રો, ૩ (ત્રણ) ઘનિષ્ટ ઘેટાં વિકાસ ઘટક, ૧ (એક) લાર્જ સ્કેલ શીપ બ્રીડીંગ ફાર્મ અને ર (બે) સ્થળાતરિત ઘેટાં બકરાંના ટોળા માટેના સેવા કેન્દ્રો ના કુલ ૧પ૯ પેટા કેન્દ્રો ઘ્વારા રાજયના ઘેટાં અને બકરાં પાલકોને તાંત્રિક અને વિસ્તરણ સેવાઓ જેવી કે સારવાર,રસીકરણ, કૃમિનાશક દવા પીવડાવવી, ગેમેક્ષીન છંટકાવ, ખસીકરણ વગેરે પૂરી પાડવામાં આવે છે. ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમ ઘ્વારા રાજયના ઘેટાં પાલકોને ઉન તથા ઉનની પેદાશોના વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાની સગવડો પૂરી પાડવામાં આવે છે.
ઘેટાંની ઓલાદો
રાજયમાં ઘેટાંની મુખ્યતે ત્રણ ઓલાદ જોવા મળે છે. જેવી કે (૧) પાટણવાડી (ર) મારવાડી અને (૩) ડુમા
પાટણવાડી
આ ઓલાદ તેના રોમન આકરાનું નાક તથા ઘેટાંનું મોઢા (ચહેરાથી) ગળા સુઘીનો તથા ચારેય પગ ઢીચણથી નીચે કથ્થાઈ થી ઘેરા કથ્થાઈ રંગ માટે જાણીતી છે. તેનું શરીર બેઠા ઘાટનું હોય છે. કુલા સહેજ દબાયેલા અને પેટ લચીલુ હોય છે. કાન વળેલા ટયુબ આકારના અને મઘ્યમ કદના હોય છે. આ ઓલાદના ઘેટા શીગડા વગરના હોય છે.

મારવાડી
આ ઓલાદ કાળુ માથુ ઘરાવતા પર્સીયન ઘેટાંને મળતી આવે છે. પરંતુ તે કદમાં નાનુ અને દેખાવે સુંદર લાગે છે. આ ઓલાદની કઠણ ક્ષમતા (પ્રબળ સહન શકિત) ઘરાવવાની લાક્ષણિકતાના લીઘે વારંવાર પડતા દુષ્કાળ સમયે સ્થળાંતર કરવામાં ઘણા ઉપયોગી છે.
ડુમા
આ ઓલાદના ઘેટાં શરીરે વઘુ વજનદાર અને વઘારે દૂઘ ઉત્પાદન વાળા હોય છે. આ જાનવરો રાજયના જામનગર અને રાજકોટ જિલ્લામાં જોવા મળે છે.
ઘેટાં સંવર્ધન પ્રક્ષેત્રો
પરંપરાગત ધેટાપાલકો તેઓના ધેટાઓના ટોળાઓમાં તેઓની પોતાની આગવી કોઠાસૂઝ પ્રમાણે પસંદગીના ધોરણે સંવર્ધન કરે છે.પશુપાલન ખાતાએ પણ પાટણવાડી અને મારવાડી ધેટાની જાતોની સુધારણા માટે આ પઘ્ધતિ(પસંદગીના ધોરણે સંવર્ધન) અપનાવેલી છે.ઉચ્ચ આનુવંશિક ગુણવતા ધરાવતા, પસંદગી પામેલ ઉચ્ચ કોટીના નર ધેટા,રાજયના ચાર ધેટા સંવર્ધન પ્રક્ષેત્રો ખાતે તૈયાર કરવામાં આવે છે અને ક્ષેત્રિય કક્ષાએ ધેટાંપાલકોને સંવર્ધન હેતુ માટે પૂરા પાડવામાં આવે છે. આ ચાર પ્રક્ષેત્રોની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
અ.નં.પ્રક્ષેત્રનુ નામજાળવવામા આવતી ઓલાદ
ઘેટા સંવર્ધન ફાર્મ -પાટણ જિ. પાટણ
(મોરબી ખાતે તબદિલ કરવામાં આવી રહયુ છે)
પશુપાલન ખાતુ ગુજરાત રાજયપાટણવાડી અને મારવાડી
ઘેટાં સંવર્ધન ફાર્મ-નલિયા જિ. કચ્છપશુપાલન ખાતુ ગુજરાત રાજયપાટણવાડી
ઘેટા સંવર્ધન ફાર્મ-મોરબી જિ. રાજકોટપશુપાલન ખાતુ ગુજરાત રાજયપાટણવાડી અને મારવાડી, ડુમા
લાર્જ સ્કેલ શીપ બ્રીડીંગ ફાર્મ-જસદણ જિ. રાજકોટગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમપાટણવાડી, મારવાડી, ડુમા રેમ્બ્યુલે, રશીયન મેરીનો, સંકર

આ ઘેટાં સંવર્ધન પ્ર૧ોત્રો ખાતે તૈયાર કરવામાં આવેલ નર ઘેટાં, ઘેટાંપાલકોને સંવર્ધનના હેતુ માટે રૂા.૪૦૦/-ની નજીવી કિંમતે પૂરા પાડવામાં આવે છે. જે નર ઘેટાંના સંવર્ધન થી જે તે ઘેટાંના ટોળાઓમાં જન્મેલ નર ઘેટાઓ પૈકી સારી ગુણવતા વાળા નર ઘેટાં ઓને સંવર્ધનના હેતુ માટે પ્રમાણિત કરવામાં આવે છે. નર ઘેટાં પ્રમાણિત કરવા અને સંવર્ધન માટે પૂરા પાડવાની કામગીરી રાજયમાં કાર્યરત જિલ્લા ઘેટાં વિસ્તરણ કેન્દ્રો, ઘનિષ્ટ ઘેટાં વિકાસ ઘટકો તથા સ્થળાંતરિત થતા ઘેટાં બકરાંના ટોળા માટે સેવા કેન્દ્રો ઘ્વારા કરવામાં આવે છે.

Article Credit:http://agri.gujarat.gov.in/gujarati/hods/dire_animal-husbandry/prog_schemes44.htm

No comments:

Post a Comment