Tuesday, January 7, 2014

ફુટ એન્ડ માઉથ રોગ

ફુટ એન્ડ માઉથ ડીસીઝ (એફએમડી) ઢોર, ઘેટાં, બકરાં અને ભૂંડ સહિતના બે ખરીવાળા પ્રાણીઓમાં અત્યંત ચેપી રોગ છે. આ રોગ ભારતમાં સામાન્ય છે અને બીજા દેશોમાં પ્રાણીજ નીપજોની નિકાસ પરના પ્રતિબંધ તથા રોગગ્રસ્ત પ્રાણીઓની ઘટેલી ઉત્પાદકતાને કારણે દેશને ગંભીર આર્થિક નુકસાન વેઠવું પડે છે.

તેના લક્ષણો શું છે?
1.સખત તાવ
2.દૂધનું ઘટેલું ઉત્પાદન
3.પગ, મોઢું અને આંચળ પીટિકાઓ
4.પગમાં પીટિકા થવાથી લંગડાય
5.મોઢામાં પીટિકાઓને કારણે અત્યંત ફીણવાળી લાળ નીકળે

મોઢામાં રોગના લક્ષણો





મોઢામાં રોગના Foot




આ રોગ કઈ રીતે ફેલાય છે?

રોગગ્રસ્ત પ્રાણીની લાળ, દૂધ અને પીટિકા પ્રવાહી સહિતના સ્ત્રાવોમાં વાયરસ બહાર ફેંકાય છે.
વાયરસ એક સ્થળેથી બીજા સ્થળે હવા દ્વારા ફેલાય છે અને ખાસ કરીને જ્યારે હવાની આર્દ્રતા વધારે હોય ત્યારે વાયરસ સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળ ફેલાય છે.
આ રોગ પ્રદૂષિત દાણ, પાણી તથા ફાર્મના અન્ય સાધનો દ્વારા ચેપી પ્રાણીથી તંદુરસ્ત પ્રાણી સુધી ફેલાય છે અને વળી કૂતરા, પક્ષીઓ અને ફાર્મ પર કામ કરતા મજુરોની અવરજવરથી પણ રોગ ફેલાય છે.
ચેપી ઘેટાં અને ભૂંડ મોટા પ્રમાણમાં ચેપી વાયરસ બહાર કાઢે છે અને તેઓ આ રોગના ફેલાવમાં મહત્વનો ભાગ ભજવે છે.
સંકર પશુઓ દેશી પશુઓ કરતા વધારે ભોગ બને છે.
આ રોગ રોગગ્રસ્ત પ્રાણીઓના પરિવહનથી એક સ્થળેથી બીજા સ્થળે પણ ફેલાય છે.
રોગ પછીની શું અસરો છે?
રોગી પ્રાણીઓમાં મેસ્ટાઇટિસ, ગર્ભાધાનની નિષ્ફળતા, ગરમી સહન કરવાની શક્તિમાં ઘટાડો અને દૂધનું ઉત્પાદન ઘટવાની વધારે સંભાવનાઓ છે.

રોગનો ફેલાવો અંકુશમાં કઈ રીતે લેવો?
તંદુરસ્ત પરંતુ રોગ થવાની સંભાવના ધરાવતા પશુઓને રોગગ્રસ્ત વિસ્તારોમાં લઈ જવા જોઇએ નહીં.
રોગગ્રસ્ત વિસ્તારોમાંથી પશુઓની ખરીદી કરવી જોઇએ નહીં
નવા ખરીદેલ પશુઓને ફાર્મના અન્ય પ્રાણીઓથી 21 દિવસ અલગ રાખવા જોઇએ.
સારવાર

રોગી પશુઓના મોંઢા અને પગ 1 % પોટાશીયમ પરમેંગેનેટ સોલ્યુશનથી ધોવા જોઇએ. પગની ફોડકીઓ પર એન્ટિસેપ્ટિક લોશન લગાડી શકાય. બોરિક એસિડ ગ્લીસરિન પેસ્ટ મોંઢાની ફોડકીઓ પર લગાડી શકાય.
રોગી પશુઓને શામક આહાર આપવો જોઇએ અને તેમને તંદુરસ્ત પશુઓથી દૂર રાખવા જોઇએ.

રસીકરણ સમયપત્રક

રોગની સંભાવના ધરાવતા તમામ પશુઓને છ મહિને એકવાર એફએમડી રસી આપવી. રસીકરણ કાર્યક્રમમાં ઢોર, ઘેટાં, બકરાં અને ભૂંડનો સમાવેશ કરવો જોઇએ.
વાછરડાઓને 4 મહિનાની ઉંમરે પ્રથમ રસી આપવી જોઇએ અને બીજી રસી પાંચમા મહિને આપવી જોઇએ. ત્યાર બાદ 4-6 મહિને એકવાર ડોઝ આપવો જોઇએ.

Article Credit:http://www.indg.in

No comments:

Post a Comment