દૂધ દોહવાના આધૂનિક યંત્રો જો યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવ્યા હોય, તેમને શ્રેષ્ઠ કાર્યકારી પરિસ્થિતિઓમાં જાળવવામાં આવ્યા હોય અને તેમનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો હોય તો, આ યંત્રો આંચળને ઇજા પહોંચાડ્યા વિના ગાયોને ઝડપથી અને કાર્યક્ષમપણે દોહવા માટે સક્ષમ છે. દૂધ દોહવાના યંત્રો બે પાયાના કાર્યો કરે છે.
ટીટ સિસ્ટર્ન (ડીંટડી સાથે જોડેલી કુંડી)માંથી દૂધ અંશત: વેક્યુમના ઉપયોગથી સ્ટ્રીક કેનાલમાં લઈ જાય છે, જ્યાંથી દૂધ રીસીવિંગ કન્ટેનરમાં જાય છે.
તે ડીંટડીને મસાજ કરે છે, જેથી ડીંટડીમાં લોહી અને લસિકાનો ભરાવો થતો નથી.
દૂધ દોહવાના યંત્રના ભાગો:
દૂધ દોહવાના યંત્રના મુખ્ય ભાગો નીચે પ્રમાણે છે:
1. પલ્સેટર
2. ટીટ કપ શેલ્સ અને લાઇનર્સ
3.મિલ્ક રીસેપ્ટેકલ
4. વેક્યુમ પંપ અને ગેજ
5.વેક્યુમ ટેન્ક
6.રેગ્યુલેટર
દૂધ દોહવાના યંત્રો:
યંત્રથી દૂધ દોહવાની ક્રિયાના તમામ લાભો પ્રાપ્ત કરવા સાચી ટેકનિકનો ઉપયોગ થવો જ જોઇએ. દૂધ દોહનારા અને ભેંસો બંને યંત્રોથી પરિચિત હોવા જોઇએ. જો ભેંસો ગભરાયેલી હશે કે અગવડ મહેસૂસ કરશે તો, તેઓ દૂધ પકડી રાખશે અને તેથી કરીને દૂધ ઓછુ નીકળશે. પરીણામે ખેડુતને આર્થિક નુકસાન થશે અને તેનો યંત્રો દ્વારા દૂધ દોહવાની ક્રિયામાંથી વિશ્વાસ ઉઠી જશે.
યંત્રોથી દૂધ દોહનની પ્રસ્તાવના:
1.જે લોકોથી પશુઓ પરિચિત હોય અને જેમની હાજરીમાં પશુઓ નિરાંત અનુભવે તેવા લોકો દ્વારા અને નિષ્ણાતોના નિરીક્ષણ હેઠળ યંત્રોથી દૂધ દોહવાની પદ્ધતિ ધીરે ધીરે દાખલ થવી જોઇએ.
2.કર્મચારીઓની તાલિમ. મિલ્કિંગ મશિન કંપનીના માણસે દૂધ દોહનારાઓને તાલિમ આપવી જોઇએ. આવી વ્યક્તિને મિલ્કિંગનું જીવવિજ્ઞાન, મશિન મિલ્કિંગ તેમજ મિલ્કિંગના સાધનની ડીઝાઇન, કામગીરી અને જાળવણીનું જ્ઞાન હોય છે. તાલિમમાં કાર્યપદ્ધતિઓ, મિલ્કિંગ રૂટિન, મશિન ચલાવવાની સમજ, સ્વચ્છતા અને જાળવણી તેમજ મશિનની રોજિંદી સર્વિસના ચોક્કસ પાસાઓનો સમાવેશ થવો જોઇએ.
3.યંત્રથી દૂધ દોહવાની વ્યવસ્થામાં જતા પહેલાં મિલ્કિંગ મશિનનું ઇન્સ્ટોલેશન અને ડેરી ફાર્મમાં અન્ય ફેરફારો કરી લેવા જોઇએ.
4.વાછરડીઓથી શરૂઆત કરવી સૌથી યોગ્ય છે, કેમકે મશિન મિલ્કિંગ સાથે ઘરડા ઢોર કરતા વાછરડીઓનો ઘરોબો કેળવવો સરળ છે.
5.જે ઢોર હાથથી દૂધ દોહવાની કામગીરી નિરાંતે કરવા દેતા હોય તેવા શાંત પ્રાણીઓની પસંદગી કરવી જોઇએ. પ્રાણીઓના આંચળો અને ડીંટડીઓના કદ એકસમાન હોવા જોઇએ. મદમાં આવેલા પશુ કે રોગી પશુ કે અગાઉ જેમને દોહવામાં તકલીફ પડી હોય તેવા પશુની પસંદગી કરવી જોઇએ નહીં.
6.ઘરડા અને પસંદ કરેલા પ્રાણીઓને રોજની જેમ હાથથી દોહો, પરંતુ દોહતી વખતે વેક્યુમ પંપ ચાલુ રાખો. તેનાથી પશુઓ ઘોંઘાટથી ટેવાશે. પશુ બંધાઈ જાય તે પછી અને ખરેખર દોહવાનું ચાલુ થાય તે પહેલાં પંપ ચાલુ કરો, નહિંતર પશુ અચાનક ઘોંઘાટથી ચોંકી ઉઠશે. જ્યાં સુધી બધા પશુ ઘોંઘાટથી ટેવાય ના જાય ત્યાં સુધી કાર્યપદ્ધતિનું (સામાન્યપણે 2થી 4 વખત) પુનરાવર્તન કરો.
ભેંસોને દોહવા માટેના યંત્રો:
બીજા ઢોરની સરખામણીમાં ભેંસના આંચળ અને ડીંટડીઓ અલગ હોવાથી ઢોર માટેના મિલ્કિંગ મશિનોમાં ભેંસને અનુરૂપ ફેરફારો કરવા પડે છે. સામાન્યપણે, વધારે ભારે ક્લસ્ટર, વધારે ભારે વેક્યુમ અને વધારે ઝડપી પલ્સેશન દર જરૂરી છે.
મિલ્કિંગ મશિનોના સપ્લાયરો:
ગુજરાત
ઉન્નતી એન્જિનીયરિંગ કંપની 10, શાયોના એસ્ટેટ, વાડીલાલ આઇસ ફેક્ટરી પાસે, દૂધેશ્વર રોડ, અમદાવાદ, ગુજરાત -380004, ભારત
ફોન: +(91)-(79)-25621378
ફેક્સ: +(91)-(79)-25624985
મોબાઇલ / સેલ ફોન: +(91)-9638216397/9998423093
મહેશ એન્જિનીયરિંગ વર્ક્સ:
1, મોદી એસ્ટેટ, મહાકાળીના મંદિર પાસે, શાહીબાગ, અમદાવાદ, ગુજરાત – 380004,
ફોન: +(91)-(79)-25626688
મોબાઇલ / સેલ ફોન: +(91)-9825336443
હરિયાણા
સ્વસ્તિક એન્ટરપ્રાઇઝીઝ પ્લોટ નં. 78, સ્ટ્રીટ – 3બી, આર. કે. પુરમ, કુંજપુરા રોડ, કર્નાલ – 132001, હરિયાણા, ભારત
ફોન:91-184-2268326
ફેક્સ:91-184-2265926
બરનાલા ફીડ્સ
નં. 748, સેક્ટર 12એ, પંચકુલ્લા, હરિયાણા, - 134 109, ભારત
ફોન: +(91)-(172)-2566799
મોબાઇલ / સેલ ફોન: +(91)-9876028982
કેરળ
શ્રી વિનાયક એજન્સીઝ
ટીસી – 5/7 – 3, કૈરા કોમ્પલેક્સ, મુત્તડા રોડ, અંબાલામુક્કુ, પેરુરકાડા પોસ્ટ, ત્રિવેન્દ્રમ, કેરળ – 695011, કેરળ, ભારત
ફોન: +(91)-(471)-6547288/2449178
મોબાઇલ / સેલ ફોન: +(91)-9946938721/9447088234
મહારાષ્ટ્ર
દેલાવલ પ્રા.લિ. એ-૩, અભિમાનશ્રીસોસાયટી, પાશાન રોડ, (ડૉ. હોમી ભામા રોડ), પુણે-411 008
ફોન: 020-2567 5881/2,2567 5886
ફેક્સ: 020- 2567 5916.
ઇ-મેલ: marketing.india@delaval.com
ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ૨૫-એ, ચાંદવાડી સી. પી. ટેંક રોડ, મુંબઇ - 400 004 (ભારત)
ફોન: +91 - 22 - 23803891 / 23803892 / 23803893
ફેક્સ: +91 - 22- 23803890
krishna.dairyequipments@gmail.com
ગોવર્ધન ઈન્ડસ્ટ્રીઝ
૩/૮, પોસ્ટલ કોલોની, પંચગાંવ, કોલ્હાપુર, મહારાષ્ટ્ર-416 013, ભારત
ફોન: +(91)-(231)-6524576
ફેક્સ: +(91)-(231)-6524576
મોબાઇલ / સેલ ફોન: +(91)-9766672699
નવી દિલ્હી
ચઢ્ઢા સેલસ પ્રા. લિ.
૧૩૭, રાજેન્દ્ર માર્કેટ, તીસ હઝારી, નવી દિલ્હી, દિલ્હી-110054, ભારત
ફોન: +(91)-(11)-23944840/23922290/23920100
ફેક્સ: +(91)-(11)-23914211
ઇન્ટેક એક્સપોર્ટ (ભારત) પ્રાઇવેટ લીમિટેડ
નં-૨૦૧, પંકજ ચેમ્બર, એલ.એસ.સી, પોકેટ-એચ, સરિતા વિહાર, નવી દિલ્હી, દિલ્હી-૧૧૦ ૦૭૬, ભારત
ફોન: +(91)-(11)-26946628
ફેક્સ: +(91)-(11)-41401838
સનરાજ ઇન્ડસ્ટ્રીઝ
બી-૧૨૦, માયાપુરી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ફેસ-૧, માયાપુરી, દિલ્હી - 110 064
ફોન: +(91)-(11)-23612050
ફેક્સ: +(91)-(11)-23682900
મોબાઇસ / ફોન સેલ: +(91)-9811089723
ઇન્ડીયન ડેરી ઇક્વિપમેન્ટ કંપની
નં.૩૬૪, આઝાદ માર્કટ, દિલ્હી - 110 006,
ફોન: +(91)-(11)-23615823/23612050
ફેક્સ: +(91)-(11)-23682900
મોબાઇલ / સેલ ફોન: +(91)-9811089723/9811089723
Tamil Nadu
યુનિવર્સલ ડેરી ઇક્વિપમેન્ટ
૩૯૪ ગીરીયામ્મન કોઇલ સ્ટ્રીટ, પીલામેડુ, કોઇમ્બતૂર- 641004, તમિલનાડુ
ફોન: 91-98430-2161-0
ફેક્સ: 91-422-2576-604
મોબાઇલ: 91-936-310-3791
Article Credit:http://www.indg.in/
No comments:
Post a Comment