|
|
ગ્રામ્ય ચારા ઉત્પાદન ફાર્મ ની સ્થાપના |
લીલો ચારો વર્ષ દરમિયાન પશુ
પેદાશ ઉત્પાદક, નાના ખેડૂતો, સામાન્ય ખેડૂતો, જમીન વીહોણા મજૂરો અને
જરુરીયાત મંદ પશુ પેદાશ ઉત્પાદકોને યોગ્ય ભાવે સતત મળતો રહે તેવા ખ્યાલ
સાથે પશુ પાલન ખાતાએ ચારા ઉત્પાદન ફાર્મ ની રચના કરી છે. આ ચારા ખેતરો
દ્વારા પશુ પાલકના આસપાસના વિસ્તારોમાં પણ પ્રદર્શનનો હેતુ સિધ્ધ થાય
છે. આની હકારાત્મક અસર ખેડૂતો પર ચારાની સુધરેલી વિવિધતાઓ અને તેની
સ્વીકૃતી પર પડે છે. અત્યારે રાજ્યમાં વિવિધ જગ્યાએ 7 ગ્રામ્ય વિસ્તારના
ચારા ઉત્પાદન કેન્દ્રોનું અસ્તિત્વ છે.
|
|
બીજ ઉત્પાદક કેન્દ્રની રચના |
સામાન્ય પણે બધા જ ખેડૂતો લીલા ચારાનું ઉત્પાદન કરે
છે અને ચારાના બીજનુ ઉત્પાદન નથી કરતા, કે જે સામાન્ય રીતે ચારાના બીજની
ઉપલબ્ધિની અછત સર્જે છે. કેટલેક અંશે ચારા બીજની માંગ સંતોષાય છે. એવા
ડિપાર્ટમેન્ટની રચના કરવામાં આવી છે રાજ્યાના વિવિધ વિસ્તારોમાં ચારા
ઉત્પાદનની ગતિ વિધિ ને વેગ આપે. |
હવે રાજ્યનું પશુપાલન ખાતુ ૨(બ) ચારાબીજ ઉત્પાદન
કેન્દ્રો ચલાવે છે કે જે મોટા જામપુરા, જિલ્લો બનાસકાંઠા અને ભૂતવાડ
જિલ્લો રાજકોટ ખાતે છે. |
|
ગૌચર વિકાસની યોજના |
ગુજરાતમાં વસ્તી વધારા અને ઝડપી ઔદ્યોગિકરણને કારણે
કૃષિ હેઠળની જમીન, કુદરતી જમીન અને ખેડાણ સંકોચાતું જાય છે વધુમાં
અનિયંત્રિત ખેતીના કારણે ગૌચર જમીને ફળદ્રુપતા ગુમાવી છે. પરિણામે ઓછી
ગુણવત્તાવાળા અને ઓછા ઉપજાવ જમીનમાં દિવસે દિવસે ચારા બીજની તથા ચારાની
ઉપલબ્ધિ ઘટતી જાય છે. ચારબીજ ઉત્પાદનની સુધારણા માટે ગૌચર જમીનના તૈયારી
જરુરી છે. આ યોજના ગૌ શાળા, પાંજરા પોળ, પંચાયત, સહકારી મંડળી અથવા બિન
સહકારી સંસ્થાઓ કે જેની પાસે સારી ગૌચર જમીન છે તેને રુ. 2 લાખ એકમ દીઠ
ફાળવીને 25 હેકની જમીનનો ઉપયોગ કરી શકાય છે. |
|
ગમાણ |
લીલા અને સૂકા ચારાનો બગાડ જો ખૂલ્લામાં પડ્યો
હોય તો વધે છે. તેથી એ બગાડ અટકાવવાં માટે ગમાણ જરુરી છે. તે
બાંધકામવાળી અથવા લોખંડ કે સિમેન્ટ વડે રચેલી હોઈ શકે છે. છુટી લોખંડ કે
સિમેન્ટ વડે રચાયેલી જગ્યાને કોઈપણ જગ્યાએ ખસેડી શકાય છે. અને પશુઓને
ઘાસચારો ખવડાવવા માટે યોગ્ય વ્યવસ્થા મળી રહે છે. આ ગમાણ ચારાનો પાણીથી કે
પશુઓના મળમૂત્રથી બગાડ અટકાવે છે. જરુરીયાત પ્રમાણે ત્રણ થી ચાર ફૂટની
ગમાણ લાભાર્થીને વધુમાં વધુ રુ. 1000 અથવા વધુમાં વધુ 50% સબસીડી બંને
માંથી જે ઓછુ હોય તે પ્રમાણે આપી શકાય છે. જે જિલ્લા પંચાયત અથવાઘનિષ્ઠ પશુ
સુધારણા યોજના દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.
Article Credit:http://agri.gujarat.gov.in/gujarati/hods/doah_prog_schemes.htm |
No comments:
Post a Comment