-
આહાર પ્રમાણ (રાશન) નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ
- સૌથી વધારે સસ્તા ઘટકોની પસંદગી થવી જોઇએ
- અનાજ – મકાઈ, સોરઘમ, ઓટ, બાજરી, ઘઉં અને ચોખામાંથી મૂળભૂત ઘટકો લેવા
- પ્રોટીન પૂરક આહાર – તેલિબીયાંનો ખોળ, માછલીનો ભૂકો, માંસનો ભૂકો
- જો ભૂંડને તાજા શીંગવાળા લીલા ચારાને ચરવાની છૂટ આપવામાં આવે તો કોઇપણ
વિટામિન પૂરક આહારની જરૂર નથી. જો પ્રાણીજન્ય પ્રોટીન ઓછું આપવામાં આવે
અથવા ન જ આપવામાં આવે તો, વિટામિન બી 12 પૂરક આહાર જરૂરી રહેશે.
- આહાર પ્રમાણના પ્રતિ કિલો દીઠ 11 મિગ્રા એન્ટિબાયોટિકના દરે એન્ટિબાયોટિક પૂરક તત્વો આપવા
- ખનીજ પૂરક તત્વો પણ પૂરા પાડવા જોઇએ
નીચેનું કોષ્ટક ખાસ કરીને વિવિધ વયના ભૂંડ જેવા
કે ભાંખોડીયા ભરતા (ક્રીપ), વિકસતા (ગ્રોઅર) અને મોટી ઉંમરના (ફિનિશર)
માટે આહાર પ્રમાણ (રાશન) રજુ કરે છે
પોષક તત્વો
|
ક્રીપ માટે પ્રમાણ (દૂધ છોડે ત્યાં સુધી)
|
ગ્રોઅર માટે પ્રમાણ (20-40 કિલો વજન ધરાવતા)
|
ફિનિશર માટે પ્રમાણ (40-90 કિલો)
|
પ્રોટીન પૂરક તત્વો (%)
|
16-18
|
14-16
|
13-14
|
|
8-10
|
4
|
2
|
નાજ (મકાઈ, સોરઘમ, બાજરી કે અનાજનું મિશ્રણ) (%)
|
60-65
|
50-55
|
40-50
|
ઘઉંની અથવા ચોખાની કુશકી (%)
|
5
|
10
|
20
|
ઉપલબ્ધ હોય તો, લ્યુસર્ન મીલ (%)
|
--
|
5-8
|
--
|
ખનીજ મિશ્રણ (%)
|
0.5
|
0.5
|
0.5
|
એન્ટિબાયોટિક પૂરક તત્વો (મિગ્રા)
|
40
|
20
|
10
|
વિવિધ વયજૂથના ભૂંડ માટે સંકેન્દ્રીત આહારના ઘટક તત્વો
ઘટકો
|
ક્રીપ આહાર (14થી 56 દિવસ સુધી)
|
ગ્રોઅર માટે પ્રમાણ (40 કિલો વજન સુધીના)
|
ફિનિશર માટે પ્રમાણ (40થી 90 કિલો વજન સુધીના)
|
સગર્ભા અને ધવડાવતી માતાઓ
|
મકાઈ અથવા સોરઘમ અથા ફાડા ઘઉં, તોડેલા ચોખા અને જવ માફકસરના સંયોજનમાં |
65
|
50
|
50
|
50
|
તેલીબીયાંનો ખોળ (સિંગતેલનો ખોળ, તલના તેલનો ખોળ, સોયાબીનનો ખોલ, અળસીના તેલનો ખોળ |
14
|
18
|
20
|
20
|
મોલાસીસ |
5
|
5
|
5
|
5
|
ઘઉં કે ચોખાની કુશકી |
10
|
1.5
|
25
|
18
|
માછલી કે માંસના ટુકડા અથવા પ્રાણીના છીછરા રાંધેલા, મલાઈ વિનાનો દૂધ પાવડર, ડેરીનો વેસ્ટ |
5
|
5
|
3
|
5
|
ખનીજ મિશ્રણ |
1
|
1.5
|
1.5
|
1.5
|
મીઠુ |
--
|
0.5
|
0.5
|
0.5
|
ફાર્મ પર પશુઓને ખવડાવવાનો સૌથી સુલભ માર્ગ
વિવિધ વર્ગ માટે ભલામણ કરાયેલા સંપૂર્ણ રાશનને તૈયાર કરવાનો છે અને ભુંડોને
તેઓ રોજ બગાડ કર્યા વિના બે કે ત્રણ સમય ખાય તેટલા પ્રમાણમાં આપવાનો છે.
ભૂંડ માટે રોજનો અંદાજી આહાર નીચે પ્રમાણે છે
ભૂંડનું વજન (કિલો)
|
ભૂંડ દીઠ આહારનો રોજિંદો વપરાશ (કિલો)
|
25
|
2.0
|
50
|
3.2
|
100
|
5.3
|
150
|
6.8
|
200
|
7.5
|
250
|
8.3
|
મિશ્રિત આહારમાં તમામ અનાજ દળેલું હોવું જોઇએ.
સામાન્યપણે ભૂકો કરેલો સૂકો આહાર ભીના લોંદાના સ્વરૂપે અપાતા આહાર કરતા
બહેતર હોય છે. ભૂકો કરવામાં વધારે સમય અને શ્રમ જોઇએ. જો આહારમાં રેસાનું
પ્રમાણ વધારે હોય તો આહારને નાના લાડવા કરીને આપવાથી પશુના વજનમાં ઝડપથી
વધારો થશે અને આહારનો બગાડ પણ ઘટશે.
પ્રજનન કરતી માદાઓને વધારે ખવડાવવું નહીં. વધારે
ચરબીવાળી સ્થુળ માદાઓ નબળા બચ્ચા પેદા કરે છે અને વિયાતી વખતે વધારે બચ્ચા
કચડે છે. પ્રજનનથી વેતર સુધી વેતરવાળી માદાનું 35 કિલો અને વેતર વિનાની
માદાનું 55 કિલો વજન થવું જોઇએ.
|
|
No comments:
Post a Comment