-
સસલાઓના
પ્રજનન માટેની વ્યવસ્થા
-
-
પ્રજનન
ઉંમર
-
- સસલી
-
5-6 મહિના
- સસલો
– 5-6
મહિના
(નર
સસલા 5-6
મહિનાની
ઉંમરે પુખ્ત થતા હોવા
છતાં ગુણવત્તાવાળા
સસલાં પ્રાપ્ત કરવા
તેમનો 1
વર્ષની
ઉંમરે પ્રજનન માટે ઉપયોગ
કરવો જોઇએ.
|
|
-
પ્રજનન
માટે સસલાઓની પસંદગી
-
- સસલાં
પુખ્ત શરીર વજન પ્રાપ્ત
કરે તેના 5-8
મહિના
પછીની ઉંમરે તેમને પસંદ
કરી શકાય.
- વેતરે
વધારે બચ્ચાની સંખ્યાના
આધારે માદા અને નરની
પસંદગી થવી જોઇએ.
- તંદુરસ્ત
સસલાની જ પ્રજનન માટે
પસંદગી થવી જોઇએ.
તંદુરસ્ત
સસલા સક્રિય હોય છે અને
તેઓ સામાન્ય પ્રમાણમાં
આહાર અને પાણી લે છે.
આ
ઉપરાંત,
તેઓ
તેમના શરીરને સ્વચ્છ
રાખે છે.
તંદુરસ્ત
સસલાના વાળ સામાન્યપણે
ચોખ્ખા,
નરમ
અને ચળકતા હોય છે.
- પ્રજનન
માટે નર સસલાની પસંદગી
કરતી વેળાએ ઉપરોક્ત
લક્ષણો સાથે તેમની
વૃષણકોથળીમાં બે સારી
રીતે નીચે ઉતરેલા વૃષણો
હોવા જોઇએ.
- નર
સસલાની પસંદગી કરતી
વેળાએ તેમને સસલીઓ સાથે
સંવનન કરવા દેવું જોઇએ,
જેથી
તેમની પ્રજનન ક્ષમતા
જાણી શકાય.
|
|
-
સસલીઓમાં
જાતિચક્ર અથવા મદના ચિહ્નો
-
સસલામાં
કોઈ ચોક્કસ જાતિચક્ર
ગાળો નથી.
જ્યારે
પણ સસલી સસલાને સંવનનની
છૂટ આપે ત્યારે તે
જાતિચક્રમાં હોય છે.
ક્યારેક
જો સસલી મદમાં હોય તો
તેની યોનિ ભરાઈ ગયેલી
હોય છે.
જ્યારે
મદમાં કે જાતિચક્રમાં
આવેલી સસલી જોડે સસલાને
રાખવામાં આવે ત્યારે
સસલી તેની પીઠ નીચી કરે
છે અને શરીરનો પાછળનો
ભાગ ઊંચો કરે છે.
જો
સસલી મદમાં ના હોય તો,
તે
પાંજરાના ખૂણામાં જતી
રહે છે અને નર પર હુમલો
કરે છે.
|
|
-
સસલાનું
પ્રજનન
-
પ્રજનનની
વિગતો અંગે માહિતી
નર:માદા
ગુણોત્તર
|
1:10
|
પ્રથમ
સંવનન વખતે ઉંમર
|
5-6
મહિના.
સારું
વેતર પ્રાપ્ત કરવા
પ્રથમ સંવનન વખતે નર
સામાન્યપણે 1
વર્ષનો.
|
સંવનન
વખતે માદા સસલાનું વજન
|
2.25-2.5
કિગ્રા
|
ગર્ભાધાન
કાળ
|
28-31
દિવસ
|
દૂધ
છોડાવવાની ઉંમર
|
6
સપ્તાહ
|
વેતર
પછી સંવનનનો કાળ
|
વેતરના
6
સપ્તાહ
પછી અથવા યુવાન સસલાઓને
દૂધ છોડાવ્યા પછી
|
વેચાણ
ઉંમર
|
12
સપ્તાહ
|
વેચાણ
સમયે શરીરનું વજન
|
લગભગ
2
કિગ્રા
અથવા તેનાથી વધારે
|
મદમાં
કે જાતિચક્રના ચિહ્નો
દર્શાવતી સસલીને સસલાના
પિંજરા પાસે લઈ જવામાં
આવે છે.
જો
સસલી જાતિચક્રના યોગ્ય
સમયમાં હોય તો,
તે
તેની પૂંછડી ઊંચી કરે
છે અને સસલાને તેની સાથે
સંવનન કરવા દે છે.
સફળ
સંવનન પછી સસલો એક બાજુ
પડી જાય છે અને ચોક્કસ
અવાજ કરે છે.
એક
નર સસલાનો સપ્તાહમાં 3
કે
4
દિવસથી
વધારે વખત પ્રજનન માટે
ઉપયોગ કરવો જોઇએ નહીં.
એ
જ પ્રમાણે,
નર
સસલાનો એક દિવસમાં પ્રજનન
માટે 2-3
વખતથી
વધારે ઉપયોગ કરવો જોઇએ
નહીં.
પ્રજનન
કરતા નર સસલાઓને પૂરતો
આરામ અને પોષણ મળવું
જોઇએ.
વધારાના
એક અથવા બે નર સસલાને પણ
ફાર્મમાં ઉછેરવા જોઇએ
અને પ્રજનન માટેના સસલા
માંદા પડે તો તેમનો પણ
ઉપયોગ કરી શકાય છે.બ્રોઇલર
સસલામાં ગર્ભાધાન સમયગાળો
28-31
દિવસનો
છે.
પ્રજનનના
12-14
દિવસ
પછી સસલીનું પેઢુ ધબકે
છે તેના પરથી ગર્ભાવસ્થાનું
નિદાન થઈ શકે છે.
પાછળના
પગોની વચ્ચે પેઢુના
ભાગમાં ધબકારા થવા જોઇએ.
જો
આંગળીઓ વચ્ચે ગોળ ગર્ભ
ધબકાર મારતો જણાય તો
સસલી સગર્ભા છે.
સંવનનના
12-14
દિવસ
પછી જે સસલીઓ ગાભણી ના
થાય તેમને ફરી નર સસલા
સાથે સંવનન કરવા દેવું
જોઇએ.
જો
સતત ત્રણ સંવનન પછી પણ
કોઈ સસલી ગર્ભવતી ના થાય
તો,
તેને
ફાર્મમાંથી હટાવી દેવી
જોઇએ.સંવનનના
પચીસ દિવસ પછી સગર્ભા
સસલીઓના શરીરનું વજન
500-700
ગ્રામ
વધે છે.
આ
વધેલું વજન સસલાઓને
ઉંચકીને જાણી શકાય છે.
જો
સગર્ભા સસલોને નર સસલાઓ
સાથે સંવનન કરવા દેવામાં
આવે તો તેઓ સંવનન કરતી
નથી.
|
|
-
સગર્ભાની
સંભાળ
-
સગર્ભાવસ્થાનું
નિદાન થયા પછી,
ગાભણી
સસલીઓના સામાન્ય આહારમાં
100-150
ગ્રામના
સંકેન્દ્રીત આહારનો
વધારાનો જથ્થો આપવો
જોઇએ.
ગાભણી
સસલીઓને સંવનનના 25
દિવસ
પછી સુવાવડીના પાંજરામાં
લઈ જવી જોઇએ.
સંવનનની
અપેક્ષિત તારીખના પાંચ
દિવસ પહેલા સુવાવડીના
પાંજરામાં નેસ્ટ બોક્સ
મુકવું જોઇએ.
નેસ્ટ
બોક્સમાં સૂકા નાળીયેરના
રેસા કે ડાંગરના સાંઠાની
પથારી બનાવવામાં આવે
છે.
સગર્ભા
સસલી સુવાવડના એક કે બે
દિવસ પહેલાં તેના પેઢુના
વાળ તોડે છે અને બચ્ચા
માટે બોડ બનાવે છે.
આ
સમયે સસલીને ખલેલ નહીં
પહોંચાડવી જોઇએ અને
બહારના લોકોને સુવાવડીના
પાંજરા નજીક જવા દેવા
જોઇએ નહીં.સામાન્યપણે
સસલી વહેલી સવારે વિયાય
છે.
સામાન્યપણે
15થી
30
મિનીટમાં
તેની પ્રસૂતિ થઈ જાય છે.
માતા
પોતે વહેલી સવારે તેના
બચ્ચાને સાફ કરે છે.
નેસ્ટ
બોક્સનું વહેલી સવારે
પરીક્ષણ કરવું જોઇએ.
મૃત
બચ્ચાઓને નેસ્ટ બોક્સમાંથી
દૂર કરવા જોઇએ.
નેસ્ટ
બોક્સના પરીક્ષણ દરમિયાન
માતા સસલીઓ વ્યાકુળ બને
છે,
તેથી
તેમને નેસ્ટ બોક્સના
પરીક્ષણ પહેલાં ત્યાંથી
હટાવવા જોઇએ.
|
|
-
નવા
જન્મેલા સસલાની સંભાળ
અને સંચાલન
-
જન્મ
વખતે નવા જન્મેલા સસલાંની
આંખો બંધ હોય છે અને તેમના
શરીર પર વાળ હોતા નથી.
તમામ
નવજાત સસલાં સામાન્યપણે
નેસ્ટ બોક્સમાં માતાએ
બનાવેલી પથારી પર સૂવે
છે.
સામાન્યપણે
માતા બચ્ચાઓને વહેલા
સવારે દિવસમાં એકવાર
ધવડાવે છે.
જો
આપણે સસલીને તેના બચ્ચાઓને
દૂધ પીવડાવવાની ફરજ
પાડીએ તો તેને ધાવણ જ
નીકળશે નહીં.
માતાનું
દૂધ પૂરતા પ્રમાણમાં
પ્રાપ્ત કરનારા બચ્ચાની
ચામડી સામાન્યપણે ચળકતી
હોય છે અને પૂરતું દૂધ
નહીં મેળવનારા બચ્ચાની
ચામડી સૂકી અને કરચલીવાળી
હોય છે અને તેમના શરીરનું
તાપમાન નીચું હોય છે અને
તેઓ આળસુ જણાય છે.
|
|
-
સાવકી
માતા દ્વારા ધાવણ
-
સામાન્યપણે
સસલીના આંચળને 8-12
ડીંટડીઓ
હોય છે.
જ્યારે
બચ્ચાની સંખ્યા ડીંટડીઓ
કરતા વધારે હોય ત્યારે
નવજાત બચ્ચાઓને પૂરતું
દૂધ મળતું નથી અને તેઓ
મૃત્યુ પામે છે.
વધુમાં
માતાનું મૃત્યુ,
માતા
દ્વારા સંભાળનો અભાવ
કે પાંજરામાંથી બચ્ચાઓનું
પડવું વગેરે પરિસ્થિતિઓમાં
માતાઓની ઓળખ મુશ્કેલ
બને છે અને બચ્ચાઓને
ધવડાવવા સાવકી માતાનો
ઉપયોગ થાય છે.
|
|
-
સાવકી
માતાને બચ્ચા સોંપતા
પહેલાં ધ્યાનમાં લેવાના
મુદ્દા
-
- સાવકી
માતાના બચ્ચાની ઉંમર
અને તેને જે બચ્ચાં
સોંપવાના છે તેમની ઉંમર
વચ્ચે 48
કલાકથી
વધારે તફાવત હોવો જોઇએ
નહીં.
- એક
સાવકી માતાને ત્રણથી
વધારે બચ્ચા સોંપવા
જોઇએ નહીં.
|
|
-
બચ્ચાને
દૂધ છોડાવવું
-
નેસ્ટ
બોક્સમાં બચ્ચાઓને ત્રણ
સપ્તાહની ઉંમર સુધી
રહેવા દેવા જોઇએ.
પછી
નેસ્ટ બોક્સ સુવાવડીના
પાંજરામાંથી દૂર કરવું
જોઇએ.
નવજાત
બચ્ચાઓને 4-6
સપ્તાહની
ઉંમરે દૂધ છોડાવવું
જોઇએ.
દૂધ
છોડાવતી વખતે સૌ પહેલા
માતાને સુવાવડીના
પાંજરામાંથી દૂર કરવી
જોઇએ અને બચ્ચાઓને એ જ
પાંજરામાં 1-2
સપ્તાહ
રહેવા દેવા જોઇએ.
પછી
બચ્ચાઓની જાતિની ઓળખ
થવી જોઇએ અને નર-માદા
બચ્ચાઓને અલગ પાંજરામાં
રાખવા જોઇએ.
જેમનું
દૂધ છોડાવ્યું હોય તે
બચ્ચાઓનો ખોરાક અચાનક
બદલવો જોઇએ નહીં.
|
|
-
બચ્ચામાં
મૃત્યુ દરનો ઘટાડો
-
15
દિવસની
ઉંમર સુધી બચ્ચા માતા
જોડે રહે છે.
આ
ગાળામાં માતાનું દૂધ એ
જ બચ્ચાનો એકમાત્ર ખોરાક
હોય છે.
15 દિવસની
ઉંમર પછી બચ્ચા તેમને
આપવામાં આવતા પાણી અને
ખોરાક લેવા માટે સક્ષમ
બને છે.
આ
સમયમાં તેઓ રોગનો ભોગ
બનવાની વધારે શક્યતા
હોય છે.
તેથી,
માતા
અને બચ્ચાઓને ઉકાળીને
ઠંડુ કરેલું પીવાનું
પાણી પૂરું પાડવું
સલાહભર્યું છે.
સસલાંને
પાણી પૂરું પાડવાની 20
મિનીટ
પહેલાં દર એક લીટર પાણીએ
એક મિલિના દરે હાઇડ્રોજન
પેરોક્સાઇડ ઉમેરવામાં
આવે છે.
|
|
|
-
સ્વસ્થ
સસલાના ચિહ્નનો
- સ્વસ્થ
અને ચમકદાર વાળ
- અત્યંત
સક્રિય
- સારો,
ઝડપી
આહાર લેવો
- સામાન્યપણે
ચમકદાર આંખો અને તેમાંથી
કશું ડિસ્ચાર્જ થતું નથી
- ક્રમશ
શરીરનું વજન વધે છે.
|
-
રોગી
સસલાના ચિહ્નનો
- નિષ્ક્રિય
અને નિસ્તેજ
- શરીરનું
વજન ઘટવું અને શરીર સુકાવું
- ઝડપથી
વાળનું ઝડવું
- કોઇપણ
સક્રિય કાર્ય નહી.
પરન્તુ
તેઓ સામાન્યપણે પાંજરામાં
એક ચોક્કસ સ્થળે રહે છે
- આંખ,
નાક,
ગુદા
અને મુખમાંથી જલીય કે
ષ્લેષ્મીય પ્રવાહી નીકળે
- શરીરના
તાપમાન અને શ્વસનદરમાં
વધારો થાય
|
-
સસલાના
રોગો
-
પાસ્ટેરુલોસિસ
હવાની
ઓછી અવરજવર,
ગંદકી,
કુપોષણ
જેવા પરીબળો સસલામાં આ
રોગનું જોખમ વધારે છે.
આ
રોગ માતાથી બચ્ચામાં
ફેલાય છે.નિદાનાત્મક
ચિહ્નો: સતત
છીંકો આવવાથી અને શરદીને
કારણે સસલા તેમના નાક
આગલા પગો પર રગડે છે.
તેમના
શ્વાસોશ્વાસ દરમિયાન
ખડખડ જેવો અવાજ આવે છે.
આ
ઉપરાંત,
તાવ
અને ઝાડા પણ રહે છે.
આ
રોગ માટે જવાબદાર જીવાણુઓ
ચામડી નીચે ફોલ્લા પણ
પેદા કરે છે અને સસલાઓની
ડોક વાંકી વળી જાય
છે.સારવાર
: પાસ્ટેરુલોસિસ
સામે સારવાર અસરકારક
નથી.
પાસ્ટેરુલોસિસના
રોગી સસલા સારવાર પછી
સાજા થાય તો પણ તેઓ અન્ય
તંદુરસ્ત સસલાઓને
જીવાણુઓનો ચેપ ફેલાવે
છે.
તેથી
આવા ચેપી સસલાઓને ફાર્મથી
દૂર કરવા એ જ પાસ્ટેરુલોસિસને
અંકુશમાં લેવાનો એકમાત્ર
ઉપાય છે.
|
|
-
એન્ટરાઇટિસ
સસલામાં
એન્ટરાઇટિસ માટે વિવિધ
જીવાણુઓ જવાબદાર છે.
ખોરાકમાં
અચાનક ફેરફાર,
ખોરાકમાં
કાર્બોદિતનું વધારે
પ્રમાણ,
રોગપ્રતિકારશક્તિમાં
ઘટાડો,
અસ્વચ્છ
ખોરાક-પાણી
જેવા પરીબળો આ રોગને
નિમંત્રણ આપે છે.
સસલામાં
એન્ટરાઇટિસના નિદાનાત્મક
લક્ષણોમાં ઝાડા,
પેઢુ
મોટું થવું,
રૂંવાદાર
ચામડું સૂકું પડવું અને
જળશોષ છે.
ઝાડાને
કારણે પાણી ઘટવાથી સસલા
સુસ્ત બને છે.
|
|
-
વળેલી
ડોકનો રોગ
પાસ્ટુરેલોસિસનો
ચેપ ધરાવતા સસલાને વળેલી
ડોકનો રોગ થાય છે.
આ
રોગ સસલાના વચ્ચેના કાન
અને મગજને અસર કરે છે.
વચ્ચેના
કાનની મેમ્બ્રેનને ચેપ
લાગવાથી અને કાનમાંથી
પરૂ નીકળવાથી સસલું એક
તરફ તેની ડોક નાંખી દે
છે.
પાસ્ટુરેલોસિસની
અસરકારક સારવાર સસલામાં
વળેલી ડોકના રોગને
અંકુશમાં રાખે છે.
|
|
-
મેસ્ટાઇટિસ
બચ્ચાને
ધવડાવતી માતાઓને મેસ્ટાઇટિસ
થાય છે.
રોગગ્રસ્ત
આંચળ ગરમ,
લાલાશ
પડતું અને અડકવાથી દૂખે
છે.
સસલાને
યોગ્ય એન્ટિબાયોટિક્સ
આપવાથી રોગ અંકુશમાં
રહે છે.
|
|
-
ફુગના
ચેપને કારણે થતા રોગો
સસલામાં
ડર્મેટોપાઇસિસ ફુગ
ચામડીનો ચેપ પેદા કરે
છે.
તેનાથી
સસલાના કાન અને નાકની
આજુબાજુના વાળ ખરી પડે
છે.
ખંજવાળને
કારણે સસલા અસરગ્રસ્ત
ભાગને સતત ઘસ્યા કરે છે
અને ત્યાં ચામડી છોલાતા
ઘા પડે છે.
પછી
ત્યાં ગૌણ જીવાણુ ચેપ
થતા પરૂ થાય છે.સારવાર
: ગ્રીસીયોફલ્વિન
કે બેન્ઝાઇલ બેન્ઝોએટ
ક્રીમ અસરગ્રસ્ત ભાગમાં
લગાવી શકાય છે.
રોગને
અંકુશમાં લેવા આહારના
પ્રતિ કિલોગ્રામે 0.75
ગ્રામના
દરે ગ્રીસીયોફલ્વિન
મિશ્ર કરીને બે સપ્તાહ
માટે આપવામાં આવે છે.
|
|
-
સસલા
ઉછેરમાં રોગ અંકુશ માટે
ફાર્મમાં આરોગ્યલક્ષી
પગલાં
- હવાની
સારી અવરજવર ધરાવતા
ઉંચા સ્થળે સસલા ફાર્મ
રાખવું જોઇએ.
- પાંજરાને
અત્યંત સાફ રાખવું જોઇએ.
- સસલાના
શેડની આસપાસ ઝાડ હોવા
જોઇએ.
- વર્ષમાં
બે વાર ધોળાવવું જોઇએ.
- સપ્તાહમાં
બેવાર પાંજરાની નીચે
લાઇમ સોલ્યુશન લગાવવું
જોઇએ.
- ઉનાળાની
મોસમમાં લૂ લાગવાથી થતા
મૃત્યુ ટાળવા સસલા પર
પાણી પણ છાંટી શકાય.
- ખાસ
કરીને માતા અને બચ્ચાઓને
ઉકાળીને ઠંડુ કરેલું
પીવાનું પાણી આપવું.
- જીવાણુથી
થતા રોગો ટાળવા,
પીવાના
પાણીના પ્રતિ લિટરે 0.5
ગ્રામ
ટેટ્રાસાઇક્લિન મિશ્ર
કરીને દર મહિને ત્રણ
દિવસ માટે આપવું.
|
- Article Credit:
http://www.indg.in/agriculture/animalhusbandary/on-and-off-farm-enterprises/ab8ab8ab2abe-aababeab0acdaaeac0a82a97
|
|
|
|
|
|
No comments:
Post a Comment