રાજયમાં લગભગ ૪૬.૪૦ લાખ બકરાંઓની વસ્તી છે. જે રાજયમાં ઘેટાંઓની વસ્તી કરતાં ૧૩૦ % વઘારે છે. રાજયમાં બકરાંની મુખ્ય ઓલાદો કચ્છી, મહેસાણી, સુરતી, ઝાલાવાડી અને ગોહીલવાડી છે. | |||||||||||||||||||||||||||||||||
પશુપાલન ખાતાનું નાના પાયાપર એક બકરા સંવર્ધન પ્રક્ષેત્ર -મોરબી ખાતે આવેલું છે. જયાં ઝાલાવાડી ઓલાદનાં બકરાંનો ઉછેર અને સંવર્ધન પસંદગીની સંવર્ધન પઘ્ધતિથી કરવામાં આવે છે. મોરબી ખાતે બકરાંનુ રાષ્ટ્રીય નિદર્શન એકમ કાર્યરત છે જે સ્થાનિક બકરાં પાલકોને જરૂરી નિદર્શન અને માર્ગદર્શન પૂરું પાડે છે.ખાસ અંગભૂત યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને બકરાં એકમની સ્થાપના માટે સહાય આપવામા આવેછે તે જ રીતે રાજયનીમહિલાઓ તથા જનરલ કેટેગરીના લોકોને બકરા એકમની સ્થાપના માટે સહાયની યોજના પણ કાર્યરત છે.સામાન્ય રીતે બકરાપાલનનો વ્યવસાય માંસ અને દૂધ માટે કરવામાં આવે છે. | |||||||||||||||||||||||||||||||||
જયાં ચારાની અછત હોય તેવા વિસ્તારોમાં બકરાનો ઉછેર સહેલાઈથી થઈ શકેછે,જયાં દૂધાળા પશુઓનો નિભાવ થઈ શકતો નથી.જે ચારથી અન્ય વર્ગના પશુોઓનું મોત થઈ શકે છે તેવા ચારા પર બકરામાં નિભાવાની ક્ષમતા રહેલી છે.બકરીને ગરીબની ગાય કહેવામાં આવે છે.ધેટા કરતા બકરાની આર્થિક ઉત્પાદન ક્ષમતા ધણી વધારે હોય છે.શૂન્ય રોકાણના પાયા ઉપર ધેટા કરતા બકરાં ૧૬૦% વધારે નફાકારક અને દૂધાળા પશુ(ગાય) કરતાં ૧૩૦% વધારે નફાકારક છે. વઘારે નફાકારક છે. બકરાંમાં ખોરાકમાંથી માંસ અને દૂઘમાં રૂપાંતર (ઉત્પાદન) કરવાની ક્ષમતા ઘણી ઉંચી છે. | |||||||||||||||||||||||||||||||||
૧૧ મી પંચવર્ષીય યોજનામાં કોંઢ જિ. ભરૂચ ખાતે સુરતી ઓલાદ માટે બકરાં સંવર્ધન ફાર્મ અને નલિયા (કચ્છ) ખાતે કચ્છી ઓલાદ માટે બકરાં સંવર્ધન ફાર્મની સ્થાપનાની કાર્યવાહી પ્રગતિમાં છે.
Article Credit:http://agri.gujarat.gov.in/gujarati/hods/dire_animal-husbandry/prog_schemes44.htm |
Saturday, January 11, 2014
બકરા વિકાસ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment